જુઓ શાહરુખ ખાનના સરોગેટ પુત્ર અબરામની પહેલી તસવીર
મુંબઈ, 19 ઑક્ટોબર : જ્યારથી શાહરુખ ખાનના ત્રીજા પુત્ર અબરામનો જન્મ થયો છે, ત્યારથી જ તેને લઈને અટકળોનો બજાર ગરમ છે. અબરામના જન્મથી માંડી મન્નત સુધી પહોંચવા સુધી અનેક વાર્તાઓ અને કિસ્સાઓ કહેવાયા, પણ તમામ વાતો ઉપર ત્યારે વિરામ લાગ્યું કે જ્યારે શાહરુખે પ્રેસ કૉન્ફરંસ કરી તમામ રહસ્ય ઉપરથી પડદો ઉંચક્યો.
શાહરુખે જણાવ્યું કે તેમની સામે ફાલતૂ લિંગ પરીક્ષણનો આરોપ લગાવાયો કે જે એકદમ ખોટો છે. હું અને મારા પત્ની ગૌરી અબરામના જન્મ અંગે એટલા માટે શાંત હતા, કારણ કે તે પ્રીમૅચ્યોર થયો હતો. અમે તેના વજન અંગે ચિંતિત હતાં. તેથી અમે મૌન રહ્યાં અને મીડિયાએ વાર્તાઓ બનાવી દીધી.
નોંધનીય છે કે શાહરુખ ખાન અને ગૌરીએ પ્રેમલગ્ન કર્યા હતાં. બંનેના વૈવાહિક જીવન દરમિયાન આર્યન તથા સુહાના નામની બે સંતાનો છે. હવે તેમના પરિવારમાં અબરામ તરીકે ત્રીજુ સંતાન આવ્યું છે. અત્યાર સુધી અબરામની કોઈ તસવીર લોકો સામે નહોતી આવી, પરંતુ તાજેતરમાં જ બકરી ઈદ દરમિયાન અબરામની પહેલી તસવીર લીક થઈ. અબરામ શાહરુખના ઘરની બાલ્કનીમાં દેખાયો કે જે નૈનીના ખોળામાં બોતલ વડે દૂધ પીતો હતો.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અબરામ
જુઓ બાલ્કનીમાં ઊભેલી નૈનીના ખોળામાં નાનકડો અબરામ. 27મી મેના રોજ શાહરુખ-ગૌરીના ઘરે સરોગેટ ચાઇલ્ડ અબરામ જન્મ્યો છે.

દૂધ પીતો અબરામ
ધ્યાનથી જુઓ... નૈનીના ખોળામાં બોતલ વડે દૂધ પીતો નાનકડો અબરામ. અબરામને લોકો શાહરુખની કૉપી કહે છે.

બકરી ઈદ મુબારક
બકરી ઈદની મુબારકબાદી પાઠવતા શાહરુખ ખાન.

હૅપ્પી ફૅમિલી
શાહરુખ-ગૌરીને લગ્ન બાદ બે બાળકો આર્યન અને સુહાના છે. ખાન પરિવાર સુખી પરિવાર ગણાય છે.












Click it and Unblock the Notifications
