For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયા પ્રકાશને સાડીમાં જોઈને ફેન્સ બન્યા દીવાના, ફોટા થયા વાયરલ

એક વીડિયો ક્લિપથી બધાને દીવીના બનાવનાર પ્રિયા પ્રકાશ વેરિયરને કોણ ભૂલી શકે છે. હવે સૌને ઘાયલ કરવા પ્રિયા એકદમ અલગ અંદાજમાં આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

એક વીડિયો ક્લિપથી બધાને દીવીના બનાવનાર પ્રિયા પ્રકાશ વેરિયરને કોણ ભૂલી શકે છે. પોતાની આંખોના ઈશારાથી તેણે યુવાનો પર એવો જાદૂ ચલાવ્યો હતો કે દરેક જણ ઘાયલ થઈ ગયા હતા. હવે સૌને ઘાયલ કરવા પ્રિયા એકદમ અલગ અંદાજમાં આવી ગઈ છે. વીડિયોમાં સ્કૂલ ડ્રેસમાં જોવા મળેલી પ્રિયા પ્રકાશ હવે પારંપરિક પરિધાન સાડીમાં લોકોનું દિલ ચોરી રહી છે.

સાડીમાં છવાઈ પ્રિયા પ્રકાશ વેરિયર

સાડીમાં છવાઈ પ્રિયા પ્રકાશ વેરિયર

ઈન્ટરનેટ સેન્સેશન પ્રિયા પ્રકાશે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર સાડીમાં કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં પ્રિયા સફેદ રંગની કાસાવુ સાડીમાં જોવા મળી રહી છે. કોઈ નદી કિનારે પડાવેલા આ ફોટામાં પ્રિયા પ્રકાશ ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર 60 લાખથી વધુ ફેન ફોલોઈંગ ધરાવતી પ્રિયાના આ ફોટા પર સાડા છ લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.

આ પણ વાંચોઃVIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટઆ પણ વાંચોઃVIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ

એક ક્લિપથી થઈ હતી ફેમસ

તેના ફેન્સ પ્રિયાની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી. પ્રિયા પ્રકાશ વેરિયર વેલેન્ટાઈન ડે ના દિવસે પહેલી વાર ચર્ચામાં આવી હતી. વેલેન્ટાઈન ડે ના થોડા દિવસ પહેલા પ્રિયાના એક વીડિયોએ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી હતી. પ્રિયાની ફિલ્મ ‘ઓરુ અદાર લવ' ના ગીત ‘મનકીયા મલરાયા પૂરી' ગીતનિ એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી જેમાં તે આંખ મટકાવતી જોવા મળી રહી હતી.

લાખો દિલો પર રાજ કરે છે પ્રિયા

આ વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેને નેશનલ ક્રશનો ખિતાબ મળી ગયો હતો. જો કે પ્રિયાના આ ગીતના કારણે ઘણો વિવાદ પણ થયો હતો. કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ ગીતને પ્રોફેટ મોહમ્મદનું અપમાન ગણાવીને તેના પ્રતિબંધ લાદવાની માંગ કરી હતી. પોતાની સામેના કેસ અને ગીત પર પ્રતિબંધની માંગ સામે પ્રિયા સુપ્રિમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રિમ કોર્ટે તેને મોટી રાહત આપીને બધા કેસ પર રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચોઃ અમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશેઆ પણ વાંચોઃ અમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશે

English summary
Pictures Of 'Winking Queen' Priya Prakash Varrier In Saree Is Breaking The Internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X