Critics Review : આમિરની પીકે મતલબ ઑલ ઇઝ વેલ
મુંબઈ, 20 ડિસેમ્બર : આમિર ખાન અભિનીત મોસ્ટ ટૉક્ડ ફિલ્મ પીકેએ પહેલા જ દિવસે દર્શકોને ફૅન બનાવી લીધી. બૉક્સ ઑફિસ પર તો પીકે ફિલ્મે જોરદાર એંટ્રી કરી જ, સાથે જ દર્શકોના દિલોમાં પણ ફિલ્મે સીધી એંટ્રી કરી છે. બૉલીવુડ ક્રિટિક્સે પણ ફિલ્મને ચારથી પાંચ સ્ટાર્સ આપ્યાં છે. સૌનું એમ જ કહેવું છે કે પીકે એક બહેતરીન ફિલ્મ છે, આમિર ખાનની બેસ્ટ ફિલ્મોમાંની એક.
આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત પીકે જોયા બાદ દર્શકોએ ટ્વિટર પર પૉઝિટિવ રિસ્પૉન્સ આપ્યાં છે. સૌનું કહેવું છે કે પીકેની વાર્તા અને ફિલ્મની થીમ ખૂબ જ ઉમ્દા તથા જુદી છે. ફિલ્મ લોકોને એક નવી વિચારસરણી આપશે તથા તેમને જુદા-જુદા વિષયો પર વિચારવા માટે એક નવું પાસુ આપશે.
તો આવો જાણીએ બૉલીવુડ ક્રિટિક્સે પીકે અંગે કેવા અને શું કૉમેંટ્સ આપ્યાં :

પ્રિયા
ભગવાન, દગો, પ્રેમ તથા બૉમ્બ વિગેરેની ગૂંચ પીકેમાં ઉકેલાતી દર્શાવાઈ છે. તેમાંથી કેટલીક બાબતો આપણું ધ્યાનાકર્ષિત કરે છે, કેટલીક બાબતો આપણી ઉપર ઘેરી અસર કરે છે. જેમ કે પીકે જ્યારે બતાવે છે કે માણસ લવ મેકિંગ કરતી વખતે કઈ રીતે પોતાને છુપાવવા માંગે છે, જો તેણે બૅન્ડ-બાજા સાથે પોતાના લગ્નની જાહેરાત નથી કરી.પીકેના અનેક બોલ્ડ તથા બેહદ સુંદર મૅસેજિસ ફિલ્મને હિટ બનાવે છે.

અનિરુદ્ધ ગુહા
પીકેની વાર્તામાં કંઈ નવાપણુ નથી. થોડાક વર્ષ અગાઉ રિલીઝ થયેલ ઓહ માય ગૉડ ફિલ્મ પણ કંઇક આવા જ પ્લૉટ પર આધારિત હતી. ફિલ્મમાં આમિરે બહેતરીન અભિનય કર્યું છે. રાજકુમાર હીરાણીની પીકે કંઈ ખાસ નથી, પણ આમ છતાં ફિલ્મ મજાની અને સુંદર છે કે આપને તે જોવી સમયની બર્બાદી નહીં લાગે.
|
ભાવના સોમાયા
આમિર ખાન કઈ રીતે આટલી વાર સુધી પોતાની પાંપણો ઝપકાવ્યા વગર રહી શક્યાં. આખરે તેમની અંદર ચાલી શું રહ્યુ હતું કે જ્યારે તેઓ પીકેનું પાત્ર ભજવતા હતાં. બહેતરીન ફિલ્મ છે પીકે.
|
આર વિજયાકર
રાજૂ હિરાણી તરફથી પીકેમાં ઑલ ઇઝ વેલ. તેમણે પોતાની તરફથી ચોથી માસ્ટરપીસ ફિલ્મ આપી છે.
|
દિવ્ય સોલગામા
પીકેમાં તે બધુ છે કે જે એક સારી ફિલ્મમાં હોવું જોઇએ. જોકે થોડીક ત્રુટિઓ છે, તેમને ઇગ્નોર કરી શકાય છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
