આસારામ બનવું સરળ નથી : અર્જુન રામપાલ

મુંબઈ, 26 સપ્ટેમ્બર : પ્રકાશ ઝાના ફૅવરિટ સ્ટાર્સમાંના એક છે અર્જુન રામપાલ. રાજનીતિ તથા સત્યાગ્રહમાં પોતાની મહત્વનો રોલ કરનાર અર્જુન રામપાલ પુનઃ એક વાર પ્રકાશ ઝાની ફિલ્મ સત્સંગમાં કામ કરવા જઈ રહ્યાં છે. ફિલ્મમાં ઝાની જૂની ટીમ જ નજરે પડનાર છે એટલે કે અજય દેવગણ, અર્જુન રામપાલ અને મનોજ બાજપાઈ. ફિલ્મ સત્સંગ આસારામના જીવન પર આધારિત છે.

લોકોનું કહેવું છે કે પ્રકાશ ઝા તો ફિલ્મમાં આસારામનો રોલ પોતાના ખાસમખાસ અજય દેવગણને આપશે, તો કોઇક કહેછે કે આસારામનો રોલ નેગેટિવ રોલ છે અને તે મનોજ બાજપાઈને જ અપાશે, કારણ કે રાજનીતિ, આરક્ષણ તથા સત્યાગ્રહ ત્રણે ફિલ્મોમાં વિલનનો રોલ મનોજ બાજપાઈએ ભજવ્યો છે. તો કોઇક કહે છે કે આ વખતે આ રોલ અર્જુન રામપાલને અપાશે.

હાલ જ્યારે એક કાર્યક્રમ દરમિયાન અર્જુનને સત્સંગ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે જણાવ્યું - મને પણ હજી હમણા જ ખબરી પડી છે. આના કરતાં વધુ કંઈ જાણતો નથી. તેમણે મજાકમાં જણાવ્યું - મને લાગે છે કે આસારામ બાપૂનો રોલ ભજવવા માટે મારે ઘણી મહેનત કરવી પડશે.

નોંધનીય છે કે પોતાની જાતને આધ્યાત્મિક ગુરુ કહેડાવતા આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ છે. તેમની સામે 15 વરસની કિશોરી સાથે રેપ કરવાનો આરોપ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X