મોદી-રેખા બન્યાં Hottest Vegetarians : આ ધુરંધરોને આપી માત...

મુંબઈ, 30 ડિસેમ્બર : પીપલ ફૉર એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે ‘પેટા'એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સદાબહાર બૉલીવુડ અભિનેત્રી રેખાને ભારતના હૉટેસ્ટ વેજીટેરિયન એટલે કે સૌથી લોકપ્રિય શાકાહારી જાહેર કર્યા છે.

પેટા ઇંડિયા દ્વારા કરાવવામાં આવેલા એક સર્વેમાં રેખા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતના હૉટેસ્ટ વેજીટેરિયન તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સર્વેમાં હજારો લોકોએ ભાગ લીધો અને તેમાં નરેન્દ્ર મોદી તથા રેખાને લોકોએ ટોચ ઉપર રાખ્યાં.

આ ઉપાધિ પામ્યા બાદ રેખાએ પ્રત્યાઘાતમાં જણાવ્યું - હું પોતાના મોટાભાગના જીવનમાં શાકાહારી રહી છું અને આ સચ્ચાઈનું સમર્થન કરી શકુ છું કે આપના વિચારવાની રીત તથા વસ્તુઓને જોવાના અભિગમથી અસર પડે છે. બીજી બાજુ નરેન્દ્ર મોદીના આરોગ્યના રહસ્યથી તો સૌ વાકેફ છે જ. દરેક વ્યક્તિ જાણે છે કે મોદી સ્વસ્થ રહેવા માટે યોગ કરે છે.

પેટા ઇંડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) પૂર્વા જોશીપુરાએ જણાવ્યું - રેખા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક જગ્યાએ લોકોને માંસાહારનો ત્યાગ કરી શાકાહાર તરફ વળવા માટે પ્રેરિત કર્યા છે. એટલે જ તેમના નામોની જાહેરાત કરવી અમારા માટે ગૌરવની વાત છે.

હવે સ્લાઇડરમાં જુઓ કે મોદી અને રેખા કયા-કયા ધુરંધરોને માત આપી ભારતના 2014ના હૉટેસ્ટ વેજીટેરિયન જાહેર થયાં છે :

મોદી-રેખા

મોદી-રેખા

જેમ કે અમે સમાચારમાં જણાવી ચુક્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેખાને પેટાએ ભારતના 2014ના હૉટેસ્ટ શાકાહારી જાહેર કર્યા છે. રેખા-મોદીએ અનેક ધુરંધરોને માત આપી આ ઉપાધિ હાસલ કરી છે. આગળ જુઓ એ કયા-કયા ધુરંધરો હતાં કે જેમને રેખા-મોદીએ માત આપી?

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના અલ્હાબાદ ખાતેના છે. શાકાહારની બાબતમાં તેઓ પણ સતત જાગૃત રહે છે. આ રેસમાં અમિતાભ બચ્ચન પણ હતાં, પરંતુ રીયલ લાઇફમાં રેખાના એક વખતના પ્રેમી અને મોદીના હાલના મિત્ર અમિતાભ પેટાની રેસમાં તે બંનેથી માત ખાઈ ગયાં.

કંગના રાણાવત

કંગના રાણાવત

બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે આ વર્ષે ક્વીન ફિલ્મ દ્વારા પોતાની અભિનય ક્ષમતાને ફરી એક વાર પુરવાર કરી બતાવી છે, પરંતુ હૉટેસ્ટ વેજીટેરિયનની રેસમાં તેઓ લોકોને ઇમ્પ્રેસ ન કરી શક્યાં.

હેમા માલિની

હેમા માલિની

શાકાહારની બાબતમાં હેમા માલિની પણ ખૂબ જ જાણીતા છે, પરંતુ રેખા-મોદી સામે તેઓ પણ પરાસ્ત થઈ ગયાં.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

ગંદી બાત... ફૅમ શાહિદ કપૂર પણ પેટા ઇંડિયાની હૉટેસ્ટ વેજીટેરિયન ઑફ 2014ની રેસમાં હતાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન પણ શાકાહાર પ્રત્યે જાગૃત છે, પરંતુ તેઓ આ રેસમાં મોદી-રેખાની પાછળ રહ્યાં.

આર માધવન

આર માધવન

થ્રી ઈડિયટ્સ ફૅમ આર માધવન પણ આ રેસમાં મોદી-રેખા કરતા ખૂબ પાછળ રહી ગયાં.

વિદ્યુત જામવાલ

વિદ્યુત જામવાલ

કમાંડો ફૅમ વિદ્યુત જામવાલ પોતાની શારીરિક સૌષ્ઠવનું પ્રદર્શન પોતાની પહેલી જ ફિલ્મમાં કરી ચુક્યા છે અને સાબિત પણ કરી ચુક્યા છે કે શાકાહારી વ્યક્તિઓ પણ બળશાળી હોઈ શકે છે, પરંતુ અહીં તેઓ રેખા-મોદી સામે માત ખાઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X