Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

StudentOfTheYear2: ટાઇગરની હોટ ગર્લફ્રેન્ડ દિશા પટાણી પણ OUT

આ બ્લોકબસ્ટર ફિલ્મમાંથી સારા અલી ખાનને અલવિદા કહ્યા બાદ દિશા પટાણી ફાઇનલ થઇ હતી, હવે કદાચ દિશા પટાણી પણ રિપ્લેસ થાય એવું બને.

ફિલ્મ મેકર કરણ જોહર ની આગામી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 તેની સ્ટાર કાસ્ટને કારણે સતત ચર્ચામાં છે. કરણ જોહર પોતાની ફિલ્મમાં અદભૂત સ્ટારકાસ્ટ અને મજેદાર ટ્વીસ્ટ માટે જાણીતા છે. વળી કરણની આલિયા, સિદ્ધાર્થ અને વરુણને ચમકાવતી સ્ટુડન્ટ ઓફ ધ યર 1 સુપરહિટ રહી હતી. આજે બોલિવૂડમાં કરણના આ ત્રણેય સ્ટુડન્ટ પોતાનું નામ બનાવવામાં સફળ થયા છે.

આ કારણે જ આ ફિલ્મમાં કાસ્ટ થવા માટે હિરો-હિરોઇન્સ પણ આતુર છે, પરંતુ લાગે છે કે કરણ જોહર આ ફિલ્મની એક્ટ્રેસને લઇને મુંઝવણમાં છે. આ ફિલ્મ માટે સારા અલી ખાન, દિશા પટાણી, પૂજા હેગડે જેવા નામો સામે આવી ચૂક્યાં છે. સૂત્રો અનુસાર, સારા બાદ આ ફિલ્મમાં દિશા ફાઇનલ થઇ હતી, પરંતુ હવે દિશાને પણ રિપ્લેસ કરવાનીવાતો થઇ રહી છે. આ કારણે દિશા પટાણી ખાસી અપસેટ છે.

પહેલા ફાઇનલ થઇ હતી સારા

પહેલા ફાઇનલ થઇ હતી સારા

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની સુંદર દિકરી સારા અલી ખાનને આ ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી હતી. વાત શૂટિંગ સુધી પહોંચી ગઇ હતી, પરંતુ ત્યાર બાદ અમૃતા સિંહે સારાને ના પાડતાં તેણે આ ફિલ્મ છોડી દીધી. આ ફિલ્મમાં સારાનો એક સિન બિકિનીમાં હતો, જે વાત અમૃતાને મંજૂર નહોતી. આથી સારાએ આ ફિલ્મ છોડવી પડી.

દિશા પટાણી

દિશા પટાણી

સારા અલી ખાન ફિલ્મમાંથી આઉટ થયા બાદ દિશા પટાણીનું નામ સામે આવ્યું. કરણ જોહરની ફિલ્મોમાં બોલ્ડ સિન ના હોય એવું તો બને જ કેમ? આથી ફિલ્મ મેકર્સે એવી એક્ટ્રેસની શોધ શરૂ કરી જે સુંદર પણ હોય અને જેને બોલ્ડ સિન આપવામાં વાંધો ન હોય.

ફાઇનલ હતી દિશા પટાણી

ફાઇનલ હતી દિશા પટાણી

દિશા પટાણીએ હાલમાં જ ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તેનો ટોપલેસ ફોટો ખાસો વાયરલ થયો હતો. દિશા સુંદર છે, એમ.એસ.ધોની ફિલ્મમાં પોતાની એક્ટિંગ સ્કિલ પણ બતાવી ચૂકી છે. આ કારણે સ્ટુડન્ટ ઓફ ધ યર 2 ફિલ્મ માટે દિશાનું નામ લગભગ ફાઇનલ હતું. વળી ફિલ્મમાં તેનો બોયફ્રેન્ડ ટાઇગર પણ લીડ રોલમાં હોવાના સમાચાર હતા.

પૂજાનો સ્ક્રિનશોટ લેવામાં આવ્યો

પૂજાનો સ્ક્રિનશોટ લેવામાં આવ્યો

દિશા પટાણી અંગે હજુ ફિલ્મ મેકર્સ દ્વારા ફાઇનલ એનાઉન્સમેન્ટ કરવામાં નહોતું આવ્યું. આમ છતાં, તેનું નામ ફાઇનલ હોવાનું કહેવામાં આવ્યું હતું. એવામાં વચ્ચે મોહેંજોદડોથી ડેબ્યૂ કરનાર એક્ટ્રેસ પૂજા હેગડેનું નામ સામે આવ્યું. કેહવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ માટે પૂજાનો સ્ક્રિન ટેસ્ટ પણ લેવામાં આવ્યો છે.

કરણ અને પૂજાની વધતી મુલાકાતો

કરણ અને પૂજાની વધતી મુલાકાતો

કહેવાઇ રહ્યું છે કે, કરણ જોહર પોતે આ ફિલ્મમાં પૂજાને લેવા માંગે છે. આ બંન્નેની અનેક મુલાકાતો થઇ ચૂકી છે અને આથી જ અફવા ઉડી રહી છે કે કરણ આ ફિલ્મમાં દિશાને રિપ્લેસ કરી પૂજાને ફાઇનલ કરશે. આ ખબરોથી દિશા પટાણી ખાસી અપસેટ છે.

{promotion-urls}

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X