જ્યારે નશામાં લથડિયું ખાઈ ગયાં નશીલા પૂનમ
મુંબઈ, 1 જાન્યુઆરી : પૂનમ પાન્ડે કે જેમનું નામ પડતાં જ આંખો સામે એક અર્ધનગ્ન સ્ત્રીની તસવીર ઉપસી આવે છે. કપડાં ઉતારવા આતુર પૂનમ આજકાલ એક એડલ્ટ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે. તેમના વિશે તાજી માહિતી મળે છે કે તેમણે પોતાની નશા ફિલ્મના સેટ પર નવા વર્ષની ઉજવણી કરી કે જેના માટે મૅડમે થોડીક પી લીધી, પરંતુ એવું પહેલી વાર નથી થયું કે નશીલા પૂનમને પણ નશો થઈ ગયો હોય.

પ્રત્યક્ષદર્શીઓની માનીએ તો મૅડમ સેટ ઉપર જ લથડિયું ખાવા લાગ્યાં કે જે કૅમેરામાં તરત જ કેદ કરી લેવાયાં. કહેવાતુ હતુ કે ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેનાએ ફિલ્મમાં જીવંતતા લાવવા સૌને પાર્ટીમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેમનો પ્રયોગ સો ટકા સાચો સાબિત થઈ જશે અને તેમની ફિલ્મની હીરોઇન જ નશામાં લિપ્ત થઈ જશે. જોકે અમિત સક્સેનાએ જરા પણ મોડું ન કર્યું અને તરત જ પૂનમના તે તમામ શૉટ્સ લઈ લીધાં કે જે ખૂબ જરૂરી હતાં.
નોંધનીય છે કે પૂનમ પાન્ડેએ દાવો કર્યો છે કે નશા ફિલ્મમાં માદકતા અને કામુકતાનો એટલો ગાઢ નશો છે કે જે જોયા બાદ તેમનો નશો લોકોના માથે ચડી પોકારશે. જોઇએ કે પૂનમના દાવામાં કેટલી હકીકત છે? જોકે એટલું નક્કી છે કે પૂનમના આ દાવાઓએ તેમની પ્રથમ ફિલ્મ અંગે લોકોની અંદર ઉત્સુકતા પેદા કરી દીધી છે.












Click it and Unblock the Notifications
