Watch Song : કામુકતાથી ભરપૂર છે ‘તેરા નશા...’
મુંબઈ, 12 જુલાઈ : અત્યાર સુધી તો માત્ર પૂનમ પાન્ડેના હૉટ પોસ્ટરોએ જ ધૂમ મચાવી હતી, પરંતુ હવે ફિલ્મના ગીતોએ પણ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. ફિલ્મનું ટ્રેલર ટેલીવિઝન તથા મ્યુઝિક ચૅનલોએ ધૂમ બતાવાઈ રહ્યું છે. ફિલ્મનું ગીત જાને યે કૈસા હૈ તેરા નશા...એ લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ફિલ્મના આ ગીતમાં લિપલૉક તથા ઇંટીમેટ સીન્સનો ખડકલો કરાયો છે.

પૂનમ પાન્ડે અને નવા હીરો શિવમે સમ્પૂર્ણ પ્રયત્નો કર્યાં છે કે લોકોને તેઓ પોતાના તરફ આકર્ષિત કરી શકે. જોઇએ તેમની આ કોશિશ કેટલી સફળ થાય છે?
નોંધનીય છે કે અમિત સક્સેના દિગ્દર્શિત પૂનમ પાન્ડેની પ્રથમ બૉલીવુડ ફિલ્મ નશા આગામી 26મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. બિકિની ગર્લ તથા ટ્વિટર ક્વીન તરીકે જાણીતાં પૂનમ પાન્ડે પોતાની આવનાર ફિલ્મ નશાને સફળતા અપાવવા અશ્લીલતાથી લઈ ધર્મ સુધીનો સહારો લઈ રહ્યાં છે. એટલે જ તો ટ્વિટર અને ફેસબુક જેવા સોશિયલ નેટવર્કિંગ માધ્યમો ઉપર નશાનો રાયતો પિરસનાર પૂનમે તાજેતરમાં જ નશાની સફળતા માટે શિરડી સાઈંબાબાના મંદિરમાં પ્રાર્થના કરી હતી.
નશા એક 18 વર્ષના છોકરા તથા 25 વરસની છોકરીના પ્રેમની બોલ્ડ વાર્તા છે. ફિલ્મમાં પૂનમના ઘણા હૉટ અને બોલ્ડ સીન્સ છે. તેથી જ આ એડલ્ટ ફિલ્મ છે.
<center><iframe width="560" height="315" src="//www.youtube.com/embed/YSrpCMdVHpk" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
