Pics : ઓહ! તો ફૅમિલી ગર્લ પણ છે પૂનમ પાન્ડે... ખબર નહોતી હોં!
મુંબઈ, 15 માર્ચ : હંમેશા અશ્લીલ ટ્વિટ્સ કરનાર અને હૉટ તસવીરો ઇંટરનેટ ઉપર અપલોડ કરનાર સેક્સી પૂનમ પાન્ડે એક નૉર્મલ છોકરીની જેમ પણ વ્યવહાર કરી શકે છે. આ વાત ઉપર ભરોસો મૂકવો થોડોક મુશ્કેલ થઈ પડે છે, પણ આપ સૌએ વિશ્વાસ કરવો પડશે, કારણ કે પૂનમ માટે પણ ઘર અને ફૅમિલી મહત્વ ધરાવે છે. એટલે જ તો તેમણે ગત 11મી માર્ચે પોતાનો જન્મ દિવસ માત્ર અને માત્ર માતા-પિતા સાથે પસાર કર્યો.
નશા ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર પૂનમે પોતે કહ્યું - મારા માતાએ મને કહ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે હું મારા જન્મ દિવસે તે સૌની સાથે હોઉં. માતાએ કહ્યુ હતું કે દીકરી, બાકીના દિવસો તો કામ અને મિત્રો સાથે પસાર કરે છે, આજનો દિવસ મને આપી દે. તેથી પૂનમે તેમની વાત માની લીધી. પૂનમે માહિતી આપી - મેં સવારે માતા સાથે પૂજા કરી. પછી અમે લોકો લંચ માટે બહાર ગયાં. મને અહેસાસ થયો કે પરિવાર સાથે હું કેટલો ઓછો સમય પસાર કરી શકુ છું. જ્યારે હું ઘરે પહુંચુ છું, ત્યારે મોડી રાત થઈ ચુકી હોય છે અને તેઓ બધા સુઈ જાય છે. હું મારા માટે તેમને જગાવી ન શકું. ક્યારેક-ક્યારેક મારૂં મન માતાના ખોળે માથું રાખવાનું કરે છે.
ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મૅસેજ-કૉલની વણઝાર
પૂનમ પાન્ડે ગત 11મી માર્ચે 23 વર્ષના થયાં. તે દિવસે તેમના ફૅન્સ તરફથી શુભેચ્છાઓની વણઝાર થઈ ગઈ. પૂમને 11મી માર્ચના દિવસે 2 હજાર મૅસેજિસ અને લગભગ 500 ફોન કૉલ્સ આવ્યાં.

ભીડ-પાર્ટીઓથી થાકી
પૂનમે જણાવ્યું - મને આશા નહોતી કે કોઈને મારો જન્મ દિવસ યાદ પણ હશે. મેં તેને ખાનગી રાખ્યો હતો. હું લોકોની ભીડમાં થાકી ગઈ હતી. મિત્રો સાથે પાર્ટી કરીને પણ કંટાળી ગઈ હતી.

ઇનકાર ન કરી શકી
પૂનમે કહ્યું કે જ્યારે મારા માતા-પિતાએ એમ કહ્યું કે બાકીના દિવસો તો કામ અને મિત્રો સાથે પસાર કરે છે, આજનો દિવસ અમને આપી દો અને પૂનમ પાન્ડે ઇનકાર ન કરી શક્યાં.

પહેલી ફિલ્મ ફ્લૉપ
પૂનમ પાન્ડે એમ તો ટ્વિટર ક્વીન કહેવાય છે, પરંતુ તેમને બૉલીવુડમાં કામ કરવાની પણ તક મળી હતી. તેમની ફિલ્મ નશા આવી હતી કે જે ફ્લૉપ રહી હતી.

નવી ઑફર મળી
જાણવા મળે છે કે પૂનમ પાન્ડેને એક નવી ફિલ્મની ઑફર મળી છે. ફિલ્મના દિગ્દર્શર સમીર શર્મા છે કે જે આ અગાઉ લવ શવ તે ચિકન ખુરાનાનું દિગ્દર્શન કરી ચુક્યાં છે.

પૂનમનું મૌન
પૂનમ પાન્ડેએ આ નવી ફિલ્મની ઑફર અંગે કહ્યું - હાલ મને આ અંગે કંઈ પણ કહેવાની મંજૂરી નથી.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
