Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જીવનમાં પ્રથમ વાર ટ્રાય કર્યો કુંભમેળાનો નશો : પૂનમ

મુંબઈ, 17 જાન્યુઆરી : પોતાની પ્રથમ ફિલ્મના પ્રમોશનમાં કોઈ કચાસ ન રહી જાય, તેના માટે પૂનમ પાન્ડેએ એડીચોટીનો જોર લગાવ્યો છે. નશા ફિલ્મ તો અગાઉથી જ પૂનમના કારણે ચર્ચામાં છે, પરંતુ પૂનમે પ્રમોશન માટે જુદી-જુદી રીતો અપનાવતા નશાને વધુ ચર્ચાઓ મળી રહ છે. આ જ ક્રમે પૂનમ પાન્ડે તાજેતરમાં કુંભમેળામાં પહોંચી ગયાં. તેમણે ત્યાં ગંગા સ્નાન કર્યું અને સાથે જ ત્યાં હાજર બાબાઓ સાથે બેસી કુંભમેળા વિશે ઘણી બધી માહિતીઓ મેળવી.

Poonam Panday

પૂનમે ટ્વિટ કર્યું - પ્રથમ વાર હું કુંભમેળે આવી છું અને આ નશો બહેતરીન છે. મેં પોતાના જીવનમાં પ્રથમ વાર નશો ટ્રાય કર્યો છે કુંભમેળામાં પ્રસાદ તરીકે. શું નશો છે આ, જય ભોલે નાથ. આ સાથે જ પૂનમ પાન્ડેએ કુંભમેળામાં આવેલ બાબાઓ સાથે પોતાની એક તસવીર પણ પડાવી અને ટ્વિટ પણ કરી. તે પછી પૂનમે ફરી ટ્વિટ કર્યું - પ્રથમ વાર જીવનમાં સંતોને મળી અને સાથે જ પવિત્ર નદીએ સ્નાન પણ કર્યું. કુંભમેળો 2013, અલ્હાબાદ. પોતાની તસવીરોમાં પૂનમ પાન્ડે ખૂબ જ ધાર્મિક અને ઈશ્વરીય શ્રદ્ધામાં ખોવાયેલા લાગ્યાં.

પૂનમ પાન્ડેએ કુંભમેળામાં પોતાની ફિલ્મ નશાના પ્રમોશન માટે હાજરી આપી. તેઓ ઇચ્છે છે કે તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મને ખૂબ સફળતાઓ મળે. તેથી કુંભમેળામાં તેઓ પહોંચ્યા કે જ્યાં દેશ-વિદેશમાંથી લોકો પુણ્ય માટે એકત્ર થઈ રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X