બિપાશા કરતાં અનેક ગણાં બહેતર પૂનમ : અમિત સક્સેના
મુંબઈ, 17 ડિસેમ્બર : હા જી. સાચુ સાંભળ્યું આપે. જોકે સાંભળવામાં થોડુંક વિચિત્ર લાગે છે, પરંતુ આ સરખામણી અમે નથી કરી રહ્યાં. પૂનમની પ્રથમ ફિલ્મ નશાના દિગ્દર્શક અમિત સક્સેના આ સરખામણી કરી રહ્યાં છે. અમિત સક્સેનાએ જણાવ્યું કે પૂનમ એક દિગ્દર્શકના અભિનેત્રી છે. તેઓ ખૂબ સારાં કલાકાર છે. તેમનો અભિનય ખૂબ સારો છે અને બૉલીવુડમાં તેમનો ભવિષ્ય ઉજ્જ્વળ છે. મારી નજરે તો પૂનમ બૉલીવુડમાં બિપિશા બાસુ કરતાં મોટા અભિનેત્રી સાબિત થશે, કારણ કે બિપિશા કરતાં પૂનમ અનેક ગણા બહેતર છે.

હવે અમિત સક્સેનાએ પૂનમ પાન્ડેની સરખામણી બિપાશા બાસુ સાથે કેમ કરી, એ તો તે જ જાણે, પરંતુ આ વાત કહી તેમણે પૂનમ પાન્ડેનો ભાવ જરૂર વધારી દીધો અને બિપાશાની સફળતા સામે આંગળી ચીંધી દીધી છે. ક્યાં ટ્વિટરે ઉલઝુલુલ અને સેક્સી હરકતોથી લોકપ્રિયતા એકઠી કરી એક એડલ્ટ ફિલ્મમાં કામ કરનાર પૂનમ પાન્ડે અને ક્યાં મૉડેલિંગની દુનિયામાં મોટુ નામ કમાવી ફિલ્મોમાં પગલાં માંડનાર બિલ્લો રાણી કે જેમને ફિલ્મ જગતમાં આવ્યે 10 વરસથી વધુ થઈ ચુક્યાં છે. નામચીન અભિનેતાઓના અભિનેત્રી રહી ચુકેલ બિપાશાના સૌંદર્ય આગળ લોકો નિસાસા નાંખતાં હોય છે. તેવા આઇકૉનની સરખામણી એક નવોદિત બિકિની ગર્લ સાથે કરવી સાચે જ એક મોટી બાબત છે.
જોઇએ કે બિપિશા આ બાબતમાં શો જવાબ આપે છે? જોકે આપને બતાવી દઇએ કે ફિલ્મ નશા ખૂબ બોલ્ડ ફિલ્મ છે. ફિલ્મ અંગે પૂનમ પાન્ડેએ ટ્વિટર પર ખૂબ સનસનાટી મચાવી રાખી છે. તેઓ સમયાંતરે ફિલ્મ અંગે સેક્સી કૉમેન્ટ અને વાતો ટ્વિટર પર પોસ્ટ કરતાં રહે છે. ખેર જોઇએ આ અમિત સક્સેનાની આ કૉમેન્ટની કેટલીક અસર થાય છે?












Click it and Unblock the Notifications
