બાહુબલી સ્ટાર પ્રભાસનો 300 કરોડનો ધમાકો, શાનદાર એક્શન ફિલ્મ તૈયાર
બાહુબલી પછી પ્રભાસની આવનારી ફિલ્મ માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો ખુબ જ મોટા સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે.
બાહુબલી પછી પ્રભાસની આવનારી ફિલ્મ માટે લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો ખુબ જ મોટા સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે. બાહુબલી સિરીઝ ફિલ્મની સફળતા પછી ફેન્સની પ્રભાસ પાસેથી અપેક્ષા ખુબ જ વધી ગયી છે. રિપોર્ટ અનુસાર બાહુબલી મુજબ જ સાહો પણ વર્ષ 2019 એપ્રિલ મહિનામાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર 2018 સુધીમાં પૂરું થઇ જશે, ત્યારપછી પોસ્ટ પ્રોડક્શનનું કામ શરુ થશે.

બાહુબલી પણ એપ્રિલમાં રિલીઝ થયી હતી
ધ્યાન આપવા જેવી બાબત છે કે બાહુબલી પણ એપ્રિલમાં રિલીઝ થયી હતી અને પછી મહિનાઓ સુધી તેને બોક્સઓફિસ પર રાજ કર્યું. બાહુબલી જેવી સફળતાની આશા સાહો પાસે પણ રાખવામાં આવી રહી છે. આ ફિલ્મમાં પ્રભાસ સાથે શ્રદ્ધા કપૂર, જેકી શ્રોફ, નીલ નીતિન મુકેશ અને મહેશ માંજરેકર જેવા અભિનેતાઓ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુજીત કરી રહ્યા છે. આ ફિલ્મ તેના પહેલા લૂક સાથે જ ચર્ચામાં આવી ચુકી છે.

બજેટે લોકોને હેરાન કરી નાખ્યા
આ ફિલ્મના બજેટે પણ લોકોને હેરાન કરી નાખ્યા છે. લગભગ 150 કરોડના બજેટ પર બની રહેલી આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષામાં બનશે. આ ફિલ્મ માટે બધા જ લોકો ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

નોર્થમાં પ્રભાસનો જાદુ
રજનીકાંત સિવાય નોર્થ ઇન્ડિયામાં કોઈ પણ સ્ટાર પાસે એવી ક્ષમતા નથી કે તેઓ લોકોની ભીડ ભેગી કરી શકે. બાહુબલી પછી નોર્થમાં પ્રભાસનો જાદુ છવાઈ ગયો છે. એટલા માટે કોઈ પણ તેની સાથે કામ કરવામાં માટે તૈયાર છે.

ફિલ્મની કહાની દરેકના જીવનને મળતી આવશે
સાહો વિશે વાત કરતા પ્રભાસે જણાવ્યું હતું કે આ ફિલ્મની કહાની દરેકના જીવનને મળતી આવશે. લોકો આ કહાનીને પોતાની સાથે જોડવાનું પસંદ કરશે.












Click it and Unblock the Notifications
