કૅરિયરને નવો વળાંક આપશે આઈ મી ઔર મૈં : પ્રાચી
મુંબઈ, 1 માર્ચ : આઈ મી ઔર મૈં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતાં પ્રાચી દેસાઈએ જણાવ્યું કે આ ફિલ્મ તેમના કૅરિયરને નવો વળાંક આપશે. ફિલ્મમાં પ્રાચી હૅરડ્રેસરના રોલમાં છે અને પ્રાચીનું માનવું છે કે પ્રથમ વાર તેઓ એક એવો રોલ કરી રહ્યાં છે કે જે તેમની પર્સનાલિટી અને તેમની ઉપર બંધ બેસે છે.

આઈ મી ઔર મૈં ફિલ્મમાં પ્રાચીનો રોલ 24 વર્ષીય છોકરીનો છે અને પ્રાચીની ઉંમર પણ 24 વર્ષ જ છે. અત્યાર સુધી પ્રાચીએ જે રોલ કર્યાં છે, તે તમામ તેમની ઉંમર કરતાં મોટા હતાં. પ્રાચી દેસાઈએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું - મેં હંમેશા એવી ભૂમિકાઓ ભજવી છે કે જે મારી ઉંમર કરતા થોડીક વધુ હતી. પહેલી વાર હું મારી ઉંમર પ્રમાણેનો રોલ કરી રહી છું. તેમણે જણાવ્યું કે આ ફિલ્મ એક અલગ પ્રકારના પ્રાચીને દર્શાવશે.
પ્રાચી દેસાઈ કહે છે કે ફિલ્મમાં તેમના હીરો જ્હૉન અબ્રાહમ છે કે જેઓ એક બહેતરીન માણસ છે. તમનો સ્વભાવ ખૂબ મજાકિયો છે અને તેઓ કોઈના માટે પણ પસંદગીના એક્ટર બની શકે છે. જ્હૉન સાથે તાલમેલ બેસાડવું સરળ છે.












Click it and Unblock the Notifications
