Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સત્યાગ્રહમાં લાગશે નતાસાના આયટમ સૉંગનો તડકો

મુંબઈ, 9 જુલાઈ : ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા પોતાની આવનાર ફિલ્મ સત્યાગ્રહમાં આયટમ સૉંગનો પણ સમાવેશ કરવાના છે. તેમણે મૉડેલ તથા અભિનેત્રી નતાસા સ્તાનકોવિક સાથે આયટમ સૉંગ માટે કરાર કર્યો છે.

satyagraha-ajay-natasa

પ્રકાશ ઝાનું માનવું છે કે આયટમ સૉંગ ફિલ્મની વાર્તામાં એક ખાસ સંવેદનશીલતા ઉમેરે છે. નૃત્ય-સંગીત દ્વારા ફિલ્મની વાર્તાને બળ મળે છે. આયટમ સૉંગ્સ દૃશ્યોને વધુ સંવેદનશીલ બનાવે છે. આ અગાઉ પણ પ્રકાશ ઝા નિર્મિત ફિલ્મ ગંગાજલમાં અભિનેતા સંજય દત્તના પત્ની માન્યતા દત્ત આયટમ સૉંગ કરતાં દેખાયા હતાં. 2010માં ટેલીવિઝન કલાકાર બરખા બિષ્ટે ફિલ્મ રાજનીતિમાં આયટમ સૉંગ કર્યુ હતું.

પ્રકાશ ઝા સ્વીકારે છે કે આ પ્રકારના ઉત્તેજક ગીતો ફિલ્મનું આકર્ષણ પણ હોય છે. આયટમ સૉંગ્સ લોકોનું મનોરંજન કરે છે અને મનોરંજન ફિલ્મ નિર્માણનો આધારભૂત તત્વ છે. જો સમજણપૂર્વક આયટમ સૉંગનો ઉપયોગ કરાય, તે અર્થપૂર્ણ પણ બની શકે છે.

નોંધનીય છે કે સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત કરીના કપૂર અને અજય દેવગણ તથા અર્જુન રામપાલ અને અમૃતા રાવ પણ છે. ફિલ્મ 23મી ઑગસ્ટના રોજ રિલીઝ થવાની છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X