મોદી માટે કાશી આવી પ્રીતિએ કર્યા 'વિશ્વનાથ'ના દર્શન!

Google Oneindia Gujarati News

બોલીવુડની ડિંપલ ગર્લ પ્રીતિ જિંટા આઇપીએલના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય નીકાળીને કડક તડકામાં કાશી આવીને બાબા વિશ્વનાથના દર્શન કર્યા. બાબાના દર્શન કર્યા બાદ પ્રીતિએ મીડિયાને જણાવ્યું કે કાશી નગરીમાં ઘણા સમયથી આવવા માંગતી હતી પરંતુ તક હવે મળી છે.

જેની પર તેમને પૂછવામાં આવ્યું કે અત્રે તેઓ બાબાના દર્શન માટે આવ્યા હતા કે વાત કંઇ બીજી જ છે? કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા માટે બનારસ આવી પહોંચી છે. અને એટલા માટે જ તેમના વિજયી થવા માટે જ તેમણે કાશી વિશ્વનાથના દર્શન કર્યા છે.

આ સવાલ પર હસતા હસતા પ્રીતિએ જણાવ્યું કે ફિલહાલ તો એવી કોઇ વાત નથી, અને મોદીને કોઇના પ્રચારની જરૂર પણ નથી. હા એ સાચુ છે કે હું મોદીની પ્રશંસક છું કારણ કે તેમની કથની અને કરણનીમાં તફાવત નથી.

તેમણે ગુજરાતનો વિકાસ કરીને એ સાબિત કરી દીધું છે કે તેઓ એક સારા અને સમજદાર અને સ્માર્ટ નેતા છે જેમના હાથમાં દેશની કમાન આવવાથી ભારત ચોક્કસ પ્રગતિ કરશે. મારા પ્રચાર કરવા ના કરવાથી તેમના પર કોઇ અસર થવાની નથી, તેઓ તો દેશના વડાપ્રધાન બની જ ચૂક્યા છે.

પ્રીતિ ઝિંટાના આ વિશ્વાસને જોઇને દરેક જણ ચકિત રહી ગયું છે. પ્રીતિએ જણાવ્યું કે તે મોદી અથવા કોઇપણ રાજનેતાનો પ્રચાર કરવા નથી આવી, તેમને માત્ર બાબાના દર્શન જ કરવાના હતા, પરંતુ વિચારવાની વાત એ છે કે મેડમને ચૂંટણીના સમયે જ કાશી દર્શન કરવાનો સમય મળ્યો.

ભલે જે પણ હોય પરંતુ પ્રીતિએ પોતાના મોહક હાસ્ય અને સુંદર વાતોથી ભર બપોરે પણ બનારસીઓના દિલ જીતી લીધા અને મોદીના વખાણ કરીને ના ઇચ્છતા પણ મોદીનો પ્રચાર કરી દીધો.

અત્રે ઉલ્લેખનીય છે કે બનારસમાં લોકસભા ચૂંટણી 12 મેના રોજ થઇનારી છે. અત્રેથી ભાજપના નરેન્દ્ર મોદી, કોંગ્રેસથી અજય રાય અને આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે.

કાશી વિશ્વનાથના દર્શન કરીને પ્રીતિએ મોદી માટે શું કહ્યું...

કાશી વિશ્વનાથના દર્શન કરી પ્રીતિએ મોદીના વખાણ કર્યા

કાશી વિશ્વનાથના દર્શન કરી પ્રીતિએ મોદીના વખાણ કર્યા

પ્રીતિએ જણાવ્યું કે ફિલહાલ તો એવી કોઇ વાત નથી, અને મોદીને કોઇના પ્રચારની જરૂર પણ નથી. હા એ સાચુ છે કે હું મોદીની પ્રશંસક છું કારણ કે તેમની કથની અને કરણનીમાં તફાવત નથી.

કાશીમાં પ્રીતિએ મોદીના વખાણ કર્યા

કાશીમાં પ્રીતિએ મોદીના વખાણ કર્યા

મોદીએ ગુજરાતનો વિકાસ કરીને એ સાબિત કરી દીધું છે કે તેઓ એક સારા અને સમજદાર અને સ્માર્ટ નેતા છે જેમના હાથમાં દેશની કમાન આવવાથી ભારત ચોક્કસ પ્રગતિ કરશે. મારા પ્રચાર કરવા ના કરવાથી તેમના પર કોઇ અસર થવાની નથી, તેઓ તો દેશના વડાપ્રધાન બની જ ચૂક્યા છે.

હું કોઇનો પ્રચાર કરવા નથી આવી

હું કોઇનો પ્રચાર કરવા નથી આવી

પ્રીતિ ઝિંટાના આ વિશ્વાસને જોઇને દરેક જણ ચકિત રહી ગયું છે. પ્રીતિએ જણાવ્યું કે તે મોદી અથવા કોઇપણ રાજનેતાનો પ્રચાર કરવા નથી આવી, તેમને માત્ર બાબાના દર્શન જ કરવાના હતા, પરંતુ વિચારવાની વાત એ છે કે મેડમને ચૂંટણીના સમયે જ કાશી દર્શન કરવાનો સમય મળ્યો.

કાશી વિશ્વનાથના દર્શન કરી પ્રીતિએ મોદીના વખાણ કર્યા

કાશી વિશ્વનાથના દર્શન કરી પ્રીતિએ મોદીના વખાણ કર્યા

ભલે જે પણ હોય પરંતુ પ્રીતિએ પોતાના મોહક હાસ્ય અને સુંદર વાતોથી ભર બપોરે પણ બનારસીઓના દિલ જીતી લીધા અને મોદીના વખાણ કરીને ના ઇચ્છતા પણ મોદીનો પ્રચાર કરી દીધો.

કાશીમાં પ્રીતિ

કાશીમાં પ્રીતિ

પ્રીતિએ જણાવ્યું કે તે મોદી અથવા કોઇપણ રાજનેતાનો પ્રચાર કરવા નથી આવી, તેમને માત્ર બાબાના દર્શન જ કરવાના હતા, પરંતુ વિચારવાની વાત એ છે કે મેડમને ચૂંટણીના સમયે જ કાશી દર્શન કરવાનો સમય મળ્યો.

English summary
Hot Actress Preity Zinta visited the holy city of Varanasi to pray for Bharatiya Janata Party’s prime ministerial candidate and Gujarat Chief Minister- Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X