આંખ મારીને ફેમસ થઈ પ્રિયા પ્રકાશ લે છે એક એડના 1 કરોડ

આ વર્ષની સૌથી મોટી ઈન્ટરનેટ સેન્સેશન, નેશનલ ક્રશ બની ચૂકેલ પ્રિયા પ્રકાશ ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે. પ્રિયાએ હાલમાં જ એક કોમર્શિયલ શૂટ કર્યુ છે. આ એડ માટે પ્રિયાએ 1 કરોડ રૂપિયા લીધા છે.

આ વર્ષની સૌથી મોટી ઈન્ટરનેટ સેન્સેશન, નેશનલ ક્રશ બની ચૂકેલ પ્રિયા પ્રકાશ ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે. પોતાની આંખોના ઈશારાથી જાણીતી બનેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયરની ડિમાન્ડ ઘણી વધી ચૂકી છે. પ્રિયાએ હાલમાં જ એક કોમર્શિયલ શૂટ કર્યુ છે. આ એડ માટે પ્રિયાએ 1 કરોડ રૂપિયા લીધા છે. નેશનલ એડ કોમર્શિયલ શૂટ માટે તેણે 1 કરોડ રૂપિયાની ડીલ સાઈન કરી. જેના કારણે તે ફરીથી સમાચારોમાં છવાઈ ગઈ છે.

બદલાઈ ગઈ છે પ્રિયા પ્રકાશ

બદલાઈ ગઈ છે પ્રિયા પ્રકાશ

પ્રિયા પ્રકાશે હાલમાં જ મુંબઈમાં એક એડ શૂટ કર્યુ છે. મુંબઈના એક સ્ટુડિયોમાં આ એડનું શૂટિંગ કરવામાં આવ્યુ. આ એડ નેશનલ એડ હોવાના કારણે અહીં સખત નિરીક્ષણ જોવા મળ્યુ. કહેવામાં આવે છે કે આ નેશનલ એડ માટે પ્રિયા પ્રકાશે લગભગ 1 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. 1 કરોડની ફી નવોદિત કલાકાર માટે મોટી સફળતા રૂપે જોવામાં આવે છે.

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લે છે 8 લાખ

ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લે છે 8 લાખ

પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર મોટી સ્ટાર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 60 લાખ ફોલોઅર્સ છે. પ્રિયા પોતાની એક પોસ્ટ માટે લગભગ 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેની એક-એક પોસ્ટને લાખો લાઈક્સ અને કમેન્ટ આવે છે.

બોલિવુડમાં એન્ટ્રીની તૈયારી

બોલિવુડમાં એન્ટ્રીની તૈયારી

રિપોર્ટસની માનીએ તો પ્રિયા પ્રકાશ થોડા સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ અનુસાર તેણે બે ફિલ્મો સાઈન કરી છે. જેમાં એક ફિલ્મ રોહિત શેટ્ટીની છે. જો કે આની કોઈ અધિકૃત ઘોષણા કરવામાં આવી નથી પરંતુ સમાચારોનું બજાર ગરમ છે કે તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિંબામાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X