સલમાન ખાનને 10 એક્ટ્રેસે કર્યા રિજેક્ટ, ભારત પહેલા બની ચૂક્યો છે લાંબો રેકોર્ડ
તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત જબરજસ્ત સમાચારોમાં છે. સલમાનની ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ થયા બાદ અને શૂટિંગ શરૂ થયા બાદ પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ છોડી દીધી.
તાજેતરમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારત જબરજસ્ત સમાચારોમાં છે. સલમાનની ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઈનલ થયા બાદ અને શૂટિંગ શરૂ થયા બાદ પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મ છોડી દીધી. ફિલ્મ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે આ માહિતી ટ્વિટ કરીને આપી, અને બૂમરાણ મચી ગઈ. આ વાતથી સલમાન ખાન ખૂબ જ નારાજ છે, અને સલમાને પ્રિયંકા સાથે ક્યારેય કામ ન કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ ફિલ્મના પ્રોડ્યુસર પણ એટલા ગુસ્સે છે કે તેમણે પ્રિયંકાને અનપ્રોફેશનલ કહી દીધી.
સલમાન ખાન એવા એક્ટર્સમાંના એક છે, જે પોતાની ફિલ્મોમાં હિરોઈનને રિપીટ કરે છે. કેટરીના કેફ સાથે તે 3-4 ફિલ્મ કરી ચૂક્યા છે. જો રેસ 3ની જ વાત કરીએ તો આ ફિલ્માં તેમની સાથે જેક્લીન ફર્નાડન્ડીઝ અને ડેઈઝી શાહ પણ દેખાયા હતા. આ બંને એક્ટ્રેસિસ સલમાન સાથે ભૂતકાળમાં કામ કરી ચૂકી છે.
જ્યાં એક તરફ સલમાન સાથે જેક્લીન અને ડેઝી બીજી વખત કામ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ ઈન્ડસ્ટ્રીમાં એવી હિરોઈન છે જેમણે સલમાન સાથે ક્યારેય કામ નથી કર્યું અથવા તો એક ફિલ્મ બાદ હવે કામ કરવા નથી ઈચ્છતી. જાણો કોણ છે એ હિરોઈન્સ જે સલમાન સાથે કામ કરવા નથી ઈચ્છતી.

વિદ્યા બાલન
વિદ્યા બાલને 2005માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તે અનેક હિટ ફિલ્મ આપી ચૂક્યા છે. બોલીવુડમાં વિદ્યા બાલનને 13 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ તેમણે સલમાન સાથે એક પણ ફલ્મ નથી કરી.

કંગના રનૌત
આ લિસ્ટમાં કંગના રનોતનું પણ નામ છે. કંગનાએ ગેંગસ્ટર ફિલ્મથી પોતાની કરિયર શરૂ કરી હતી. કંપનાને બોલીવુડમાં 12 વર્ષ થઈ ચૂક્યા છે. આ દરમિયાન તે બોલીવુડની ટોપ એક્ટ્રેસિસમાં સામેલ થઈ ચૂકી છે. પરંતુ સલમાન સાથે તેમણે એક પણ ફિલ્મ નથી કરી. સલમાન ખાનની બજરંગી ભાઈજાનમાં તેમને રોલ ઓફર કરાયો હતો. પરંતુ તેમણે ઓફર નકારી હતી.

દિપીકા પાદુકોણ
બોલીવુડની વધુ એક ટોપ એક્ટ્રેસ દિપીકા પાદુકોણે પણ સલમાન સાથે એક પણ ફિલ્મ નથી કરી. દિપીકાને કરિયરની પહેલી ફિલ્મ સલમાને ઓફર કરી હતી. પરંતુ કોઈ કારણસર દિપીકાએ આ ઓફર નહોતી સ્વીકારી. બાદમાં તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી ડેબ્યુ કર્યું.

અમૃતા રાવ
અમૃતા રાવ આમ તો ફિલ્મોને અલવિદા કહી ચૂક્યા છે, પરંતુ સલમાનની ફિલ્મ 'પ્રેમ રતન ધન પાયો'માં તેમને સલમાન ખાનની બહેનનો રોલ ઓફર થયો હતો. જો કે અમૃતા રાવે આ ઓફર નકારી હતી.

ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલ ખન્ના સલમાન ખાન સાથે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈમાં દેખાઈ ચૂક્યા છે. પરંતુ સલમાન સાથે આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ હતી. બાદમાં તેમણે જાણે સલમાન સાથે કામ ન કરવાની કસમ ખાઈ લીધી. કહેવાય છે કે તેમને સલમાન સાથે ફિલ્મ ઓફર થઈ હતી. પરંતુ તેમણે ઓફર રિજેક્ટ કરી નાખી.

સોનાલી બેન્દ્રે
આ લિસ્ટમાં સોનાલી બેન્દ્રેનું પણ નામ છે. સોનાલીએ સલમાન સાથે માત્ર એક ફિલ્મ હમ સાથ સાથ હૈ કરી છે. બાદમાં તેમણે સલમાન સાથેની ફિલ્મો રિજેક્ટ કરી હતી.

જૂહી ચાવલા
જૂહી ચાવલા અત્યાર સુધીમાં સલમાન સાથે કોઈ ફિલ્મ નથી કરી. કેટલીક ફિલ્મોમાં બંને ગેસ્ટ અપિરિયન્સમાં જરૂર દેખાયા, પરંતુ લીડ રોલમાં સાથે નથી આવ્યા. એવું નથી કે બંનેને સાથે કામ કરવા ક્યારેય ઓફર નથી મળી, પરંતુ આ ઓફર્સ રિજેક્ટ થતી રહી.

ઉર્મિલા માંતોડકર
ઉર્મિલાએ સલમાન સાથે માત્ર એક ફિલ્મ કરી છે. જાનમ સમજા કરોમાં બંને સાથે હતા, પરંતુ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ. બાદમાં તેમણે સલમાનની ફિલ્મની ઓફર નકારી દીધી.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ નવી એક્ટ્રેસ છે, આટલા ઓછા સમયમાં તે શાહરૂખ ખાન સાતે ફિલ્મ કરી ચૂકી છે. પરંતુ હજી સુધી સલમાન સાથે જોડી નથી જમાવી
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
