For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડા ખુદ કેમ ના થઈ પ્રેગ્નેન્ટ, સરોગસીનો કેમ લીધો સહારો, જાણો શું છે વાત?

છેવટે પ્રિયંકા ચોપડાએ સરોગસીનો સહારો કેમ લીધો, શું કોઈ હેલ્થ પ્રોબ્લેમ હતો? જાણો શું છે સત્ય.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ગ્લોબલ સ્ટાર 39 વર્ષીય પ્રિયંકા ચોપડા અને 29 વર્ષીય નિક જોનસ માતા-પિતા બની ગયા છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસના બાળક સરોગસી દ્વારા થયુ છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે 21 જાન્યુઆરીએ રાતે ઘોષણા કરી કે તે સરોગસી દ્વારા એક બાળકના માતા-પિતા બની ગયા છે. રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપડા અને નિક જોનસનુ બાળક ગયા સપ્તાહે જ પેદા થઈ ગયુ હતુ પરંતુ તેમણે આની માહિતી પછીથી આપી. પ્રિયંકા અને નિકે 2018માં લગ્ન કર્યા હતા અને કપલ ઘણા સમયથી એક સાથે બાળકનુ પ્લાનિંગ કરી રહ્યા હતા. નિક જોનસ અને તેની પત્ની પ્રિયંકા ચોપડાને દીકરી થઈ છે. સોશિયલ મીડિયા પર કપલને અભિનંદન મળી રહ્યા છે પરંતુ આ સાથે ઘણા લોકોને નવાઈ લાગી રહી છે કે છેવટે પ્રિયંકા ચોપડાએ સરોગસીનો સહારો કેમ લીધો, શું કોઈ હેલ્થ પ્રોબ્લેમ હતો? જાણો શું છે સત્ય.

શું પ્રિયંકા ચોપડાને ફર્ટિલિટી પ્રોબ્લેમ હતો?

શું પ્રિયંકા ચોપડાને ફર્ટિલિટી પ્રોબ્લેમ હતો?

જ્યારે કોઈ દંપત્તિ સરોગસીનો વિકલ્પ પસંદ કરે છે ત્યારે લોકો વિચારવા લાગે છે કે તેમનામાંથી એકને કોઈ આરોગ્યની સમસ્યા હોઈ શકે છે. જો કે અહીં એવી કોઈ વાત નથી. અંગ્રેજી વેબસાઈટ મિરરના જણાવ્યા મુજબ પ્રિયંકાને ફર્ટિલિટીની કોઈ સમસ્યા નથી. પ્રિયંકા અને નિકને એવી કોઈ સમસ્યા નહોતી જે તેમને બાળક પેદા કરવાથી રોકે. પરંતુ પ્રિયંકા હવે 39 વર્ષની થઈ ગઈ છે માટે હવે એ સરળ પણ નહોતુ.

ઘણા સમયથી એક બાળક કરવા માંગતા હતા પ્રિયંકા-નિક

ઘણા સમયથી એક બાળક કરવા માંગતા હતા પ્રિયંકા-નિક

સૂત્રોએ જણાવ્યુ કે પ્રિયંકા અને નિક બંનેનુ શિડ્યુલ ઘણુ બિઝી છે. તેમના બિઝી વર્ક શિડ્યુલનો અર્થ એ પણ છે કે જ્યારે તે ઓવુલેટ કરી રહી હોય ત્યારે તેના માટે ગર્ભધારણ કરવા માટે શારીરિક રીતે એકસાથે રહેવુ મુશ્કેલ હોય છે. માટે તેમણે સરોગસીનુ મન બનાવ્યુ. એક આંતરિક સૂત્રએ ડેલી મેલને જણાવ્યુ કે દંપત્તિ ઘણા સમયથી એક બાળક પેદા કરવા માંગતા હતા પરંતુ તેમણે કહ્યુ કે તેમના વ્યસ્ત જીવને તેમને રોકી રાખ્યા હતા.

બેબી ગર્લની મા બની છે પ્રિયંકા ચોપડા

બેબી ગર્લની મા બની છે પ્રિયંકા ચોપડા

પ્રિયંકા અને નિકના ફેન્સ એ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ દંપત્તિએ બેબી બૉયનુ સ્વાગત કર્યુ છે કે બેબી ગર્લનુ. ડેલીમેલના એક રિપોર્ટ મુજબ પ્રિયંકા અને નિક એક દીકરીના માતા-પિતા બન્યા છે. જો કે પ્રિયંકા અને નિકે અધિકૃત રીતે આ વાતની માહિતી આપી નથી કે તેમનુ બાળક એક છોકરી છે કે છોકરો.

12 સપ્તાહ પહેલા પેદા થઈ ગયુ પ્રિયંકાનુ બાળક

12 સપ્તાહ પહેલા પેદા થઈ ગયુ પ્રિયંકાનુ બાળક

મિરરના રિપોર્ટ મુજબ નિક જોનસ અને તેની પત્ની પ્રિયંકાની દીકરીનો જન્મ સરોગસી દ્વારા સમયના 12 સપ્તાહ પહેલા જ પેદા થઈ ગયો છે. પ્રિયંકા અને નિક એ આશા રાખી રહ્યા હતા કે તેમનુ બાળક એપ્રિલ 2022માં પેદા થશે. તેમણે આ હિસાબે પૂરુ પ્લાનિંગ કર્યુ હતુ. નિક અને પ્રિયંકાની બેબી પ્રિમેચ્યોર છે માટે દેખરેખ માટે તેને એપ્રિલ 2022 સુધી હૉસ્પિટલમાં જ રાખવામાં આવશે. આંતરિક સૂત્રોએ કહ્યુ, 'બાળક એપ્રિલમાં થવાનુ હતુ પરંતુ સરોગેટે રવિવારે(16 જાન્યુઆરી, 2022)એ જન્મ આપ્યો, જે 12 સપ્તાહ સમયથી પહેલા હતો.' સૂત્રોએ કહ્યુ કે પ્રિયંકા બાળક માટે પોતાની ફિલ્મનુ શૂટિંગ જલ્દી-જલ્દી કરી રહી હતી. પરંતુ તેમનુ બાળક જલ્દી આવી ગયુ છે. માટે કપલ પોતાના કામને ફરીથી શિડ્યુલ કરી રહ્યા છે.

જે મહિલાએ પ્રિયંકાના બાળકને જન્મ આપ્યો, તેની આ 5મી સરોગસી છે

જે મહિલાએ પ્રિયંકાના બાળકને જન્મ આપ્યો, તેની આ 5મી સરોગસી છે

ડેલીમેલને એક સૂત્રએ જણાવ્યુ કે જે મહિલાએ પ્રિયંકા અને નિકના બાળકને જન્મ આપ્યો છે, તે એ મહિલાની પાંચમી સરોગસી છે. પ્રિયંકા અને નિક સરોગસીથી પહેલા મહિલાને ઘણી વાર મળી ચૂક્યા હતા. પ્રિયંકા અને નિકને વાસ્તવમાં આ મહિલા ગમી, ત્યારબાદ બંનેએ એ મહિલા પાસે સરોગસી લીધી.

English summary
Priyanka Chopra and Nick Jonas become surrogate parents, why? Know the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X