Video: પોતાના બોયફ્રેન્ડ નિક સાથે ભારત આવી પ્રિયંકા, બંનેએ મોઢુ છુપાવ્યુ

છેલ્લા ઘણા દિવસોથી સમાચારો આવી રહ્યા છે કે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોન્સને ડેટ કરી રહી છે. હવે લાગે છે કે બંનેનો આ સંબંધ ઘણો સિરીયસ થઈ ગયો છે.

છેલ્લા ઘણા દિવસોથી સમાચારો આવી રહ્યા છે કે બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અમેરિકી સિંગર નિક જોન્સને ડેટ કરી રહી છે. હવે લાગે છે કે બંનેનો આ સંબંધ ઘણો સિરીયસ થઈ ગયો છે. પ્રિયંકા પોતાના બોટફ્રેન્ડ નિકને મુંબઈ ફરવા માટે લાવી છે. પ્રિયંકા અને નિક ગુરુવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર કેપ્ચર થયા હતા. અમેરિકામાં હાથોમાં હાથ નાખીને ફરનાર આ કપલ મુંબઈ એરપોર્ટ પર પોતાનો ચહેરો છૂપાવતા જોવા મળ્યા.

બોયફ્રેન્ડ સાથે મુંબઈ પહોંચી પ્રિયંકા

બોયફ્રેન્ડ સાથે મુંબઈ પહોંચી પ્રિયંકા

અમેરિકામાં પોતાના શો ‘કવોન્ટિકો' ની શૂટિંગ ખતમ કરીને અભિનેત્રી પ્રિયંકા ચોપડા મુંબઈ પાછી આવી છે પરંતુ આ વ ખતે તે એકલી નથી આવી. આ વખતે પ્રિયંકા પોતાની સાથે કોઈ ખાસને લઈને આવી છે અને તે છે તેનો બોયફ્રેન્ડ નિક જોન્સ. અમેરિકી સિંગર અને લિરિસિસ્ટ નિક જોન્સ અને પ્રિયંકાના અફેરના સમાચારો ઘણા સમયથી આવી રહ્યા છે અને હવે તો એને પોતાના ઘરે પણ લઈ આવી છે.

શું મા સાથે મળાવવાનો છે ઈરાદો?

શું મા સાથે મળાવવાનો છે ઈરાદો?

ગુરુવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટ પર પ્રિયંકા અને નિક કેપ્ચર થયા. હંમેશા કેમેરામેનને જોઈને સ્માઈલ આપનારી પ્રિયંકા નિક સાથે ઘણી ઉતાવળમાં નીકળી ગઈ. તેની અને નિકની ફોટો લેવા માટે કેમેરામેનને ઘણી મહેનત કરવી પડી. જો કે બંનેનો ફોટો વિરલ ભયાણીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

સંબંધો અંગે સીરિયસ છે બંને

સંબંધો અંગે સીરિયસ છે બંને

બંને સમાચારોની માનીએ તો મુંબઈમાં પ્રિયંકાનું ડ્રીમ હાઉસ બનીને તૈયાર થઈ ગયુ છે. 100 કરોડની કિંમતનું આ સી-ફેસિંગ બંગલોના ગૃહ પ્રવેશ માટે પ્રિયંકા મુંબઈ આવી છે. તે ઈચ્છે છે કે નિક તેની સાથે ત્યાં હાજર રહે અને તેના પરિવાર અને નજીકના મિત્રોને મળે. અંગ્રેજી મીડિયાની માનીએ તો પ્રિયંકા અને નિકનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત થઈ રહ્યો છે. નિક તો પ્રિયંકાને લઈને એટલો સીરિયસ છે કે તેણે ‘દેશી ગર્લ' પોતાની સાથે રહેવાનું આમંત્રણ પણ આપી દીધુ છે.

મેટ ગાલામાં થઈ હતી બંનેની મુલાકાત

મેટ ગાલામાં થઈ હતી બંનેની મુલાકાત

પ્રિયંકા અને નિકના અફેરના સમાચારો ગયા વર્ષે આવવાના શરૂ થઈ ગયા હતા. જ્યારે બંને સાથે મેટ ગાલામાં ગયા હતા. પ્રિયંકાએ આના પર સફાઈ આપતા કહ્યુ હતુ કે બંને એકબીજાને સારી રીતે જાણે છે અને એમ જ બંને સાથે મેટ ગાલામાં ગયા હતા પરંતુ હવે આના પર મહોર લાગી ચૂકી છે કે બંને દોસ્તોથી કંઈક વધારે જ છે. હાલમાં જ પ્રિયંકા નિક સાથે તેના કઝિનના લગ્નમાં પણ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X