પ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં જઈને કોવિડ-19 લૉકડાઉનનો નિયમ તોડ્યો, પોલિસ પણ પહોંચી
પ્રિયંકા ચોપડાએ લંડનના સલૂનમાં જઈને કોવિડ-19 નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે.
મુંબઈઃ Priyanka Chopra: અભિનેત્રી પ્રિયંકા ચોપડા અત્યારે લંડનમાં છે. ત્યાં તે પોતાની આવનારી ફિલ્મ 'ટેક્સ્ટ ફૉર યુ'નુ શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મનુ શૂટિંગ મહિનાના અંતમાં ખતમ થવાનુ હતુ પરંતુ પ્રિયંકા કોરોના વાયરસ લૉકડાઉનના કારણે અહીં ફસાઈ ગઈ છે. હવે અમુક રિપોર્ટ્સમાં એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અભિનેત્રીએ લંડનના સલૂનમાં જઈને કોવિડ-19 નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. પ્રિયંકાને તેની મા મધુ ચોપડા અને પાલતુ કૂતરા ડાઈના સાથે સલૂન જતી જોવામાં આવી છે.

પોલિસને માહિતી આપવામાં આવી કે તે સલૂનમાં છે
આ અંગેની માહિતી જ્યારે પોલિસને આપવામાં આવી કે તે સલૂન પહોંચી ગઈ છે. બ્રિટનમાં કોરોના વાયરસના નવો સ્ટ્રેન મળ્યા બાદ તેના સંક્રમણને રોકવા માટે ફેબ્રુઆરીના મધ્ય સુધી સરકારે લૉકડાઉન લગાવી દીધુ છે. જેના કારણે વ્યક્તિગત કેર સર્વિસ જેવી કે સલૂન, સ્પા વગેરે બધુ બંધ છે. એક સ્થાનિક મીડિયા રિપોર્ટમાં મેટ્રોપોલિટન પોલિસના પ્રવકતાએ કહ્યુ કે, 'પોલિસને 6 જાન્યુઆરી, સાંજે 5.40 વાગે બુધવારે માહિતી આપવામાં આવી. તેમણે જણાવ્યુ કે કેવી રીતે કોવિડ-19ના નિયમોનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે. અધિકારી તરત જ ત્યાં પહોંચ્યા અને તેમણે સલૂનના માલિકને મૌખિક રીતે જણાવ્યુ કે કેમ કોવિડ-19ના નિયમોનુ પાલન કરવુ જરૂરી છે અને બાકીના લોકોને પણ સલાહ આપવામાં આવી. જો કે કોઈ ફિક્સ પેનલ્ટી જારી કરવામાં આવી નથી.'

સલૂનને પ્રોડક્શન માટે ખોલવામાં આવ્યુ
જો અન્ય રિપોર્ટ્સની માનીએ તો પ્રિયંકા ચોપડા અને સલૂનના માલિકને દંડની ચૂકવણી નહિ કરવી પડે પરંતુ તેમને ફિલ્મ માટે વ્યક્તિગત રીતે સલૂન ખોલવા અંગેના દસ્તાવેજ બતાવવા પડશે. પ્રિયંકાના પ્રવકતાએ પણ સ્પષ્ટ કર્યુ છે કે સલૂનને પ્રોડક્શન માટે ખોલવામાં આવ્યુ છે અને તેમાં કોરોના વાયરસ સાથે જોડાયેલ બધા પ્રકારના દિશા-નિર્દેશોનુ પાલન કરવામાં આવી રહ્યુ છે.

ફિલ્મ 'ટેકસ્ટ ફૉર યુ'ની વાત કરીએ તો...
ફિલ્મ 'ટેકસ્ટ ફૉર યુ'ની વાત કરીએ તો પ્રિયંકા ચોપડાના પતિ અને અમેરિકી સિંગર નિક જોનસ હાલમાં જ ફિલ્મમાં કેમિયો શૂટ કર્યો છે. આ ફિલ્મના લેખન અને ડાયરેક્શનનુ કામ જિમ સ્ટ્રાઉસે કર્યુ છે. આ ફિલ્મ જર્મન ભાષામાં બનેલી ફિલ્મ 'SMS Fur Dich'ની અંગ્રેજી રિમેક છે. અહીં ફિલ્મ સોફી ક્રેમર્સની નૉવેલ પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રિયંકાના સહ-કલાકાર સેમ હ્યુગન છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
