ઝિલમિલના દાજૂનું નિધન, રડી પડ્યાં પ્રિયંકા
મુંબઈ, 7 જાન્યુઆરી : ગત વર્ષની હિટ ફિલ્મ બર્ફીમાં ઝિલમિલના દાજૂની ભૂમિકા ભજવનાર હરધન બૅનર્જી હવે આ દુનિયામાં નથી. તેમણે 87 વર્ષની વયે મુંબઈની એક હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધાં.

આ માહિતી બર્ફીમાં ઝિલમિલની ભૂમિકા ભજવનાર પ્રિયંકા ચોપરાએ ટ્વિટર પર આપી. પ્રિયંકાએ ટ્વિટ કર્યું - અબી હાલ જ હરધનજીના અંતિમ દર્શન કરી પરત ફરી છું. ખૂબ દુઃખી છું. ભગવાન તેમના આત્માને શાંતિ અર્પે. વિશ્વાસ નથી થતો કે ગઈકાલ સુધી જેમની સાથે અભિનય કર્યો, તેઓ હવે આપણી વચ્ચે નથી.
આપને જણાવી દઇએ કે વર્ષ 2012ની હિટ ફિલ્મ બર્ફની સફળતાનો શ્રેય આખી ટીમને જાય છે. એક બાજુ લોકોને રણબીર કપૂર, પ્રિયંકા અને ઇલિયાના ડિક્રૂઝનું કામ ખૂબ સારૂ લાગ્યું, તો ફિલ્મના સહ-કલાકારો જેમ કે હરધન મુખર્જીએ ફિલ્મની સફળતા માટે ખૂબ વખાણ પ્રાપ્ત કર્યાં. ફિલ્મ ભલે ઑસ્કારની રેસમાંથી ફેંકાઈ ગઈ હો, પરંતુ ભારતના લોકોને ખૂબ ગમી.
હાલ પ્રિયંકા ચોપરા ઝંજીર ફિલ્મનું શુટિંગ કરી રહ્યાં છે કે જેમાં હીરો રામ ચરણ તેજા છે. ફિલ્મના નિર્માતા અપૂર્વ લાખિયા છે. શુટિંગ હૈદરાબાદ ખાતે આવેલ રોમાજી ફિલ્મ સિટીમાં થઈ રહ્યું છે. ફિલ્મ 1973માં આવેલ ઝંજીર ફિલ્મની નવી આવૃત્તિ છે.












Click it and Unblock the Notifications
