For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: ઢીંચણમાં ઈજા છતાં પ્રિયંકા ચોપડાએ કર્યો ધમાકેદાર ડાંસ, ફેન્સને છૂટ્યો પરસેવો

રેપઅપ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રિયંકા દોસ્તો સાથે જોરદાર નાચતી જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી પ્રિયંકા ચોપડા ઘણા સમય બાદ કોઈ બોલિવુડ ફિલ્મમાં જોવા મળવાની છે. આ ફિલ્મ છે - ધ સ્કાઈ ઈઝ પિંક. ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યુ છે ત્યારબાદ આખી ટીમ અને કાસ્ટે એક રેપઅપ પાર્ટી કરી. આ પાર્ટીમાં ફિલ્મ સાથે જોડાયેલા લોકો પણ હાજર રહ્યા. હંમેશાની જેમ આ પાર્ટીમાં પણ પ્રિયંકાનો લુક જબરદસ્ત હતો. વ્હાઈટ શૉર્ટ ડ્રેસ અને યેલો ફૂટવેરમાં તે શાનદાર જોવા મળી રહી હતી.

આ પણ વાંચોઃ સાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે 'વાયુ'આ પણ વાંચોઃ સાયક્લોન વાયુઃ તોફાને બદલી ચાલ, હવે ગુજરાતના કિનારાને અડીને નીકળી જશે 'વાયુ'

ઈજા છતા પણ જોરદાર નાચી થિરકી

આ રેપઅપ પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રિયંકા દોસ્તો સાથે જોરદાર નાચતી જોવા મળી રહી છે. કમાલની વાત એ છે કે પ્રિયંકાના ઢીંચણમાં ઈજા જોવા મળી રહી છે. તેમછતાં જે જોરદાર નાચી રહી છે. તે પોતાની જ ફિલ્મ ‘દોસ્તાના' અને ‘દિલ ધડકને દો' ના ગીતો પર ડાંસ કરતી જોવા મળે છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રિયંકા ચોપડા ઘણી ખુશ છે. આ ઉપરાંત તેમની યેલો હીલ પણ ખૂબ ધ્યાન ખેંચી રહી છે.

આ દિવસે રિલીઝ થશે ‘ધ સ્કાઈ ઈઝ પિંક'

પ્રિયંકાની ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક' 11 ઓક્ટોબરે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સુરેશ શરાફ મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ડાયરેક્શન શોનાલી બોસ અને જૂહી ચતુર્વેદીએ કર્યુ છે જ્યારે આના પ્રોડ્યુસર સિદ્ધાર્થ રૉય કપૂર, રૉની સ્ક્રૂવાલા અને પ્રિયંકા ચોપડા છે.

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા

પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા

પ્રિયંકાએ અમુક સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના સપના વિશે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી તે એ પણ ઈચ્છે છે કે તેમના પતિ નિક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યુમાં પોતાની રાજકીય આકાંક્ષાઓ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યુ કે હું ભારતના પ્રધાનમંત્રીની દોડમાં શામેલ થવા ઈચ્છીશ.

English summary
priyanka chopra danced well in party even after the wound on knee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X