For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘હોટ ડ્રેસ'માં પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કના રસ્તા પર કર્યો ડાંસ

હાલમાં દેશી ગર્લે પોતાની ત્રીજી હોલિવુડ ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' ની શૂટિંગ પૂરુ કરી લીધુ છે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ બાકીની સ્ટારકાસ્ટની સાથે ન્યૂયોર્કના રસ્તા પર ડાંસ પણ કર્યો.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા હાલમાં હોલીવુડમાં પોતાના બાકીના પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે જેથી ભારત આવીને બોલિવુડ ફિલ્મોનું શૂટિંગ શરૂ થઈ શકે. હાલમાં દેશી ગર્લે પોતાની ત્રીજી હોલિવુડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' નું શૂટિંગ પૂરુ કરી લીધુ છે. આ ફિલ્મ માટે પ્રિયંકાએ બાકીની સ્ટારકાસ્ટની સાથે ન્યૂયોર્કના રસ્તા પર ડાંસ પણ કર્યો, જેનો વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરસ થઈ ગયો છે.

પ્રિયંકાએ પૂરુ કર્યુ ફિલ્મનું શૂટિંગ

પ્રિયંકાએ પૂરુ કર્યુ ફિલ્મનું શૂટિંગ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાની ત્રીજી હોલિવુડ ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' નું શૂટિંગ પૂરુ કરુ લીધુ છે. હાલમાં જ જ્યારે એક ગીતનું શૂટિંગ કરવાનું હતુ ત્યારે આ ફિલ્મનો છેલ્લો દિવસ હતો. ન્યૂયોર્કના રસ્તા પર ફિલ્માવવામાં આવેલ આ ગીતમાં પ્રિયંકા ઉપરાંત ફિલ્મની આખી સ્ટારકાસ્ટ રેબલ વિલ્સન, લિયામ હેમ્સવર્થ, એડમ ડેવિન પણ હતા. આ ગીતના શૂટિંગ દરમિયાન બધાએ ખૂબ મઝા કરી. જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે.

દિલ ખોલીને નાચ્યા સ્ટાર

દિલ ખોલીને નાચ્યા સ્ટાર

બાકીની સ્ટારકાસ્ટ સાથે ન્યૂયોર્કના રસ્તા પર નાચતો પ્રિયંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. રેબલ વિલ્સન, લિયામ હેમ્સવર્થ, એડીમ ડેવિન અને પ્રિયંકા, ચારેય જોમ્બીની જેમ રસ્તા પર ડાંસ કરી રહ્યા છે. ગુલાબ પકડીને ગુલાબી રંગની ડ્રેસમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

જલ્દી દેખાશે બોલિવુડ ફિલ્મોમાં

જલ્દી દેખાશે બોલિવુડ ફિલ્મોમાં

પ્રિયંકાની આ ત્રીજી હોલિવુડ ફિલ્મ છે. આ પહેલા તેની ‘બેવોચ' ગયા વર્ષે રિલીઝ થઈ હતી. વળી, ‘અ કિડ લાઈક જેક' અમેરિકામાં રિલીઝ થઈ ચૂકી છે. વળી, ત્રીજી ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' આવતા વર્ષે વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે. પ્રિયંકા લાંબા સમય બાદ બોલિવુડ પ્રોજેક્ટ્સમાં જોવા મળશે. તે સલમાન ખાન સાથે ‘ભારત' અને શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' માં જોવા મળશે.

નિક જોનસને ડેટ કરી રહી છે પ્રિયંકા

નિક જોનસને ડેટ કરી રહી છે પ્રિયંકા

પ્રિયંકા છેલ્લા ઘણા દિવસોથી પોતાની પર્સનલ લાઈફ અંગે ચર્ચામાં છે. પ્રિયંકા હાલમાં અમેરિકી સિંગર અને સોન્ગરાઈટર નિક જોનસને ડેટ કરી રહી છે. હાલમાં જ પ્રિયંકા તેને મુંબઈમાં પોતાનું ઘર બતાવવા અને મા સાથે મળાવવા લઈને આવી હતી. પ્રિયંકા અને નિકના સંબંધો અંગે એ પણ સમાચાર આવી રહ્યા છે કે આ જોડી જુલાઈના અંત અથવા ઓગસ્ટની શરૂઆતમાં સગાઈ કરી શકે છે.

English summary
Priyanka Chopra Dances On The Streets Of New York With 'Isn't It Romantic' Cast Rebel Wilson, Liam Hemsworth And Andy Devine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X