7 મિનિટના ઠુમકાના 6 કરોડ લેશે પ્રિયંકા ચોપરા!
મુંબઈ, 17 ડિસેમ્બર : મૅડમ પ્રિયંકા ચોપરા તેવા લોકોમાંના છે કે જેમણે ક્યારેય નવા વર્ષે કે તેની સાથે જોડાયેલ કોઈ પણ ઇવેંટમાં નાચવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ આ વખતે તેઓ પોતાના વચનમાંથી ફરી ગયાં છે. ચેન્નઈની એક ઇવેંટ મૅનેજમેંટ કમ્પનીએ પ્રિયંકા સામે 7 મિનિટના ડાન્સ માટે 6 કરોડની ઑફર કરી છે કે જેના માટે પ્રિયંકાએ પોતાના તમામ સિદ્ધાંતો નેવે મૂકી ફટાકથી હા કહી નાંખી છે.

નોંધનીય છે કે મૅડમ પીસી આજકાલ કંઇક વધારે જ આશ્ચર્યજનક કામો કરી રહ્યાં છે. ક્યારેય આયટમ સૉંગ નહીં કરનાર પ્રિયંકા આયટમ સૉંગના રવાડે ચડી ચુક્યાં છે અને ગુન્ડે ફિલ્મમાં તેમનુ વધુ એક આયટમ સૉંગ આવી રહ્યું છે, તો તેઓ ઍવૉર્ડ સમારંભોમાં પણ સ્ટેજ શો કરી રહ્યાં છે અને ખૂબ પૈસા લઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
