Video Viral: પ્રિયંકા ચોપડાએ પતિ નિક સાથે આ રીતે મનાવી ક્રિસમસ

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અલગ અંદાજમાં પતિ નિક જોનસ સાથે ક્રિસમસનો તહેવાર મનાવ્યો. જેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ.

દુનિયાભરમાં બુધવારે ક્રિસમસનો તહેવાર ખૂબ ધૂમધામથી મનાવવામાં આવ્યો. આ દરમિયાન આખુ બોલિવુડ પણ ક્રિસમસના રંગે રંગાઈ ગયુ. કોઈએ પોતાના પરિવાર સાથે ક્રિસમસ મનાવી તો કોઈએ દોસ્તો સાથે. પરંતુ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અલગ અંદાજમાં પતિ નિક જોનસ સાથે આ તહેવાર મનાવ્યો. જેણે સૌનુ ધ્યાન ખેંચ્યુ.

સ્કૂટીની પાછળ બેઠા નિક

સ્કૂટીની પાછળ બેઠા નિક

પ્રિયંકા ચોપડાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના અમુક ફોટા અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે પતિ નિક સાથે ખૂબ મસ્તી કરતી દેખાઈ રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બરફ પર સ્કૂટી ચલાવતી દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે સ્કૂટી પાછળ પ્રિયંકાના પતિ નિક બેઠેલા છે. આનો એક ફોટો પણ તેણે શેર કર્યો છે.

જુઓ બરફમાં સ્કૂટી ચલાવતો વીડિયો

પ્રિયંકાનો બરફમાં સ્કૂટી ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા સફેદ રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે જ્યારે નિક લાલ રંગના સ્વેટર અને બ્લેક ટ્રાઉઝરમાં દેખાઈ રહ્યા છે. વીડિયો પહેલા પ્રિયંકાએ નિક સાથેના ફોટા પણ શેર કર્યા છે. જેમાં આ કપલ મસ્તીના મૂડમાં દેખાઈ રહ્યુ છે. ફોટા શેર કરીને પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યુ છે, ‘આ ક્રિસમસ સૌથી વધુ ખુશીઓવાળુ ક્રિસમસ છે, મારાથી તારા સુધી, મેરી ક્રિસમસ.'

‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં જોવા મળી હતી પ્રિયંકા

‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં જોવા મળી હતી પ્રિયંકા

વર્કફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા છેલ્લી વાર ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત શરાફ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મથી પ્રિયંકાએ ત્રણ વર્ષ બાદ બોલિવુડમાં કમબેક કર્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X