Pics : પ્રિયંકા માટે અત્યંત મુશ્કેલ રહ્યો મૅરી કોમનો રોલ

મુંબઈ, 19 એપ્રિલ : મહીનાઓની મહેનત અને જીવનમાં અનેક ઉથલપાથલ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપરા માટે મૅરી કૉમ ફિલ્મનું શૂટિંગ સરળ નહીં, પણ મુશ્કેલથી મુશ્કેલ રહ્યું. ઓલંપિક ચંદ્રક વિજેતા મુક્કાબાજ એમસી મૅરી કોમના જીવન પર બની રહેલી ફિલ્મ મૅરી કોમમાં પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરાએ શુક્રવારે ટ્વિટર પર લખ્યું - મૅરી કોમના શૂટિંગના છેલ્લા બે દિવસો મુશ્કેલ કરતા પણ વધુ મુશ્કેલ રહ્યાં. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતા પ્રિયંકાએ અગાઉ કહ્યુ હતું કે રોજેરોજના શૂટિંગ સાથે આ ફિલ્મ મારા માટે પ્રેરણાદાયક બનતી ગઈ, પણ એક સત્ય એ પણ છે કે પ્રિયંકાએ આ પાત્રને ભજવવા માટે તમામ હદો ઓળંગી નાંખી.

છેલ્લે ગુન્ડે ફિલ્મમાં દેખાયેલા પ્રિયંકા ચોપરાએ સંજય લીલા ભાનુશાળી નિર્મિત મૅરી કોમ ફિલ્મમાં પોતાના પાત્રને સમજવા માટે મૅરી કોમ સાથે ઘણો એવો સમય પણ પસાર કર્યો. ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમાર કરી રહ્યાં છે. મૅરી કોમ ફિલ્મ આગામી 2જી ઑક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

ચાલો આપને બતાવીએ મૅરી કોમ ફિલ્મની પ્રાથમિક ઝલક :

મૅરી કોમ રૂપે પ્રિયંકા ચોપરા

મૅરી કોમ રૂપે પ્રિયંકા ચોપરા

મૅરી કોમ રૂપે પ્રિયંકા ચોપરા.

શૂટિંગ ખૂબ જ મુશ્કેલ

શૂટિંગ ખૂબ જ મુશ્કેલ

પ્રિયંકા ચોપરાએ ટ્વીટ કરી જણાવ્યું કે મૅરી કોમનું છેલ્લા બે દિવસનું શૂટિંગ ખૂબ જ મુશ્કેલ રહ્યું.

મુક્કાબાજ મૅરી કોમ પર આધારિત ફિલ્મ

મુક્કાબાજ મૅરી કોમ પર આધારિત ફિલ્મ

ઓલિંપિક રમતોના ચંદ્રક વિજેતા મુક્કાબાજ એમ સી મૅરી કોમ પર આધારિત ફિલ્મ છે મૅરી કોમ.

મૅરી કોમનો ફર્સ્ટ લુક

મૅરી કોમનો ફર્સ્ટ લુક

મૅરી કોમ ફિલ્મના ફર્સ્ટ લુકમાં પ્રિયંકા ચોપરા.

અમિતાભ પણ મૅરી કોમના ફૅન

અમિતાભ પણ મૅરી કોમના ફૅન

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને થોડાક દિવસ જણાવ્યું હતું કે ઓલિંપિક રમતોના ચંદ્રક વિજેતા મુક્કાબાજ એમ સી મૅરી કોમે મહિલાઓ વિરુદ્ધ ચાલતી રુઢિવાદી પરમ્પરાઓ તોડવામાં મહત્વનો ફાળો આપ્યો છે.

પડકારજનક રોલ

પડકારજનક રોલ

ભારતના રીયલ હીરોઇન મૅરી કોમ ઉપર આધારિત ફિલ્મમાં લીડ રોલ કરી રહેલાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું કહેવું છે કે તેમને મૅરી કોમની ભૂમિકા ભજવવાની તક મળવાને તેઓ સૌભાગ્ય ગણે છે, પણ આ રોલ તેમના માટે ખૂબ જ પડકારજનક છે, કારણ કે તેઓ રીયલ લાઇફમાં ક્યારેય કોઈ રમત નથી રમ્યાં.

તનતોડ મહેનત

તનતોડ મહેનત

પ્રિયંકા ચોપરાએ મૅરી કોમ બનવા માટે તનતોડ મહેનત કરી છે. તેમણે બૉક્સિંગની વર્કશોપ પણ જૉઇન કરી કે જ્યાં મૅરી કોમે પોતે પ્રિયંકાને કેટલાંક સ્ટંટ શીખવાડ્યા હતાં.

ગૌરવ અનુભવતાં પ્રિયંકા

ગૌરવ અનુભવતાં પ્રિયંકા

પ્રિયંકાએ જણાવ્યું - મારા માટે આ ગૌરવની બાબત છે કે હું એક રીયલ ટાઇમ લાઇવ હીરોઇનનું જીવન રૂપેરી પડદે જીવનાર છું કે જેની ઉપર દરેક ભારતીયને ગર્વ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X