For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડાને સોશિયલ મીડિયા પર દરેક પોસ્ટ માટે મળે છે આટલા રૂપિયા, સાંભળીને ચોંકી જશો

પ્રિયંકા ચોપડા ફિલ્મો, જાહેરાતો અને તમામ મીડિયા ઈવેન્ટ્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટ્વીટ, ઈન્સ્ટા પોસ્ટ દ્વારા પણ લાખો રૂપિયા કમાય છે.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ માટે તમામ સેલિબ્રિટી ઘણીવાર ચર્ચામાં રહે છે. લાખો લોકો તેમની પોસ્ટને લાઈક, કમેન્ટ અને શેર કરે છે. પરંતુ ઓછા લોકોને ખબર છે કે સેલિબ્રિટીઝને સોશિયલ મીડિયા પર દરેક પોસ્ટ માટે ઘણા પૈસા મળે છે. બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા ફિલ્મો, જાહેરાતો અને તમામ મીડિયા ઈવેન્ટ્સ ઉપરાંત સોશિયલ મીડિયા પર ટ્વીટ, ઈન્સ્ટા પોસ્ટ દ્વારા પણ લાખો રૂપિયા કમાય છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાના ઈન્સ્ટાગ્રામ પર કુલ 43038343 ફૉલોવર છે.

આ પણ વાંચોઃ આમ્રપાલી ગ્રુપના ભ્રષ્ટાચારમાં આવ્યુ મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીનું નામઆ પણ વાંચોઃ આમ્રપાલી ગ્રુપના ભ્રષ્ટાચારમાં આવ્યુ મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષીનું નામ

1.87 કરોડ દરેક પોસ્ટ માટે

1.87 કરોડ દરેક પોસ્ટ માટે

તમામ સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા જે કમાણી કરે છે તેના માટે હોપ્પર એચક્યુએ એક લિસ્ટ જાહેર કરી છે. HopperHQ એ ઈન્સ્ટાગ્રામ રિચ 2019 લિસ્ટ જાહેર કરી છે જેમાં એ વાત સામે આવી છે કે છેવટે પ્રિયંકા ચોપડા ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ માટે કેટલા રૂપિયા ચાર્જ કરે છે. લિસ્ટ અનુસાર પ્રિયંકા ચોપડા દરેક ઈન્સ્ટા પોસ્ટ માટે 1.87 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે આ રિચ લિસ્ટમાં પ્રિયંકા ચોપડાનું 19મુ સ્થાન છે.

પહેલા સ્થાન પર કાઈલી જેનર

પહેલા સ્થાન પર કાઈલી જેનર

HopperHQના લિસ્ટમાં કાઈલી જેનર પહેલા સ્થાન પર છે. તેમની દરેક પોસ્ટ માટે 1266000 ડૉલર મળે છે. તમને જણાવી દઈએ કે ફિલ્મી જગતની હસ્તીઓ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ઘણા સક્રિય રહે છે. તે પોતાના પ્રોફેશનલ પ્રોજેક્ટ્સની માહિતી સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા આપે છે. આ લોકો માત્ર માહિતી નથી આપતા પરંતુ પ્રમોટ પણ કરે છે. છેલ્લા થોડા વર્ષોની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા એક ગ્લોબલ સ્ટાર તરીકે ઉભરી છે અને તે માત્ર બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં ઘણા લોકપ્રિય છે.

ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકની તૈયારી

ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકની તૈયારી

તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં પ્રિયંકા ચોપડા પોતાની આવનારી ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકની રિલીઝની તૈયારીમાં લાગેલી છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડા, ઝાયરા વસીમ અને રોહિત શરફ છે. ફિલ્મનો વર્લ્ડ પ્રીમિયર 13 સપ્ટેમ્બર ટોરેન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં થશે.

English summary
Priyanka Chopra get huge amount for her every post on Social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X