ન્યૂયોર્કના રસ્તાઓ પર બોયફ્રેન્ડ નિક સાથે ફરી રહી છે પ્રિયંકા

પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સમય પસાર કરવાનો એક મોકો પણ છોડવા નથી માંગતી. મુંબઈ અને બ્રાઝિલમાં સાથે સમય ગાળ્યા બાદ હવે બંને ન્યૂયોર્કમાં રજાઓ માણી રહ્યા છે.

પ્રિયંકા ચોપડા પોતાના અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સમય પસાર કરવાનો એક મોકો પણ છોડવા નથી માંગતી. મુંબઈ અને બ્રાઝિલમાં સાથે સમય ગાળ્યા બાદ હવે બંને ન્યૂયોર્કમાં રજાઓ માણી રહ્યા છે. ન્યૂયોર્કના રસ્તાઓ પર સાઈકલ ચલાવતા પ્રિયંકા નિકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટામાં બંનેએ મેચિંગ કપડા પહેર્યા છે.

નિક સાથે રાઈડ પર ગઈ પ્રિયંકા

નિક સાથે રાઈડ પર ગઈ પ્રિયંકા

પ્રિયંકા ચોપડા પોતાના બોયફ્રેન્ડ઼ નિક જોનસ સાથે હાલમાં ન્યૂયોર્કમાં રજાઓ માણી રહી છે. પ્રિયંકાએ ગુરુવારે અમેરિકાનો સ્વતંત્રતા દિવસ નિકના આખા પરિવાર સાથે માણ્યો. બંનેએ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સાઈકલિંગથી કરી. પ્રિયંકા, નિક અને તેના ભાઈ જો, કેવિન અને ફ્રેંકલિન અને જો જોનસની ગર્લફ્રેન્ડ અને ‘ગેમ ઓફ થ્રોંસ' ની અભિનેત્રી સોફી ટર્નર બધા સાથે સાઈકલિંગ માટે ગયા હતા. સાઈકલિંગ બાદ પ્રિયંકા અને નિક હાથોમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા.

એક પળ માટે પણ દૂર નથી થઈ રહ્યા નિક અને પ્રિયંકા

એક પળ માટે પણ દૂર નથી થઈ રહ્યા નિક અને પ્રિયંકા

પ્રિયંકા અને નિક એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ છે જેનો પુરાવો છે આ ફોટો. નિકને હંમેશા પ્રિયંકાનો હાથ પકડતા જોવામાં આવ્યો છે. જ્યારં બંને મુંબઈમાં હતા ત્યારે પણ નિકે એક પળ માટે પણ પ્રિયંકાનો હાથ છોડ્યો નહોતો. ન્યૂયોર્કના રસ્તાઓ પર પણ નિક પ્રિયંકાનો હાથ પકડતો જોવા મળ્યો. વળી, પ્રિયંકા નિકના વાળમાં હાથ ફેરવતી જોવા મળી. આ પહેલા બંને બ્રાઝિલ ગયા હતા જ્યાં નિકને પર્ફોર્મ કરવાનું હતુ.

નિકને મુંબઈ લઈને આવી હતી પ્રિયંકા

થોડા દિવસો પહેલા પ્રિયંકા નિકને મુંબઈ પણ લઈને આવી હતી. આ દરમિયાન પ્રિયંકા નિક, પોતાની મા, ભાઈ અને કઝિન પરિણીતી ચોપડાને લઈને ગોવા ગઈ હતી જ્યાં નિકે તેના પરિવાર સાથે સમય વીતાવ્યો હતો. નિકને મુંબઈ ફરવા લાવેલી પ્રિયંકા તેને લઈને આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ પાર્ટીમાં પણ ગઈ હતી. આ સગાઈ પાર્ટીમાં નિકે બોલિવુડના દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી, સમાચારોની માનીએ તો પ્રિયંકા અને નિકનો સંબંધ દિવસે ને દિવસે મજબૂત બની રહ્યો છે.

શું આ મહિને બંને કરી શકે છે સગાઈ?

શું આ મહિને બંને કરી શકે છે સગાઈ?

બોલિવુડની ગલીઓમાં એ ચર્ચાએ જોર પકડ્યુ છે કે પ્રિયંકા નિકની આ મહિને સગાઈ થઈ શકે છે. જુલાઈના અંત કે ઓગસ્ટની શરૂઆતમાં બંને એન્ગેજમેન્ટ કરી શકે છે. સગાઈ ક્યાં થશે તે વિશે હજુ કોઈ જાણકારી નથી. જો કે હવે બંનેના પરિવારો એકબીજાને સારી રીતે જાણે છે. નિક હાલમાં મુંબઈ આવ્યા હતા ત્યાં પ્રિયંકા ઘણી વાર નિકના પરિવાર સાથે જોવા મળી છે.

ગયા વર્ષે શરૂ થયો હતો બંનેનો અફેર

ગયા વર્ષે શરૂ થયો હતો બંનેનો અફેર

પ્રિયંકા અને નિકના અફેરના સમાચારો ગયા વર્ષના શરૂઆતમાં આવવાના શરૂ થયા હતા. જ્યારે બંને સાથે મેટ ગાલામાં આવ્યા હતા. પ્રિયંકાએ આના પર સફાઈ આપતા કહ્યુ હતુ કે બંને એકબીજાને સારી રીતે જાણે છે અને બંને અનાયાસે જ મેટ ગાલામાં સાથે આવી ગયા હતા. પરંતુ હવે આ વાત પર મહોર લાગી ચૂકી છે કે બંનેનો સંબંધ દોસ્તીથી ઘણો આગળ વધી ચૂક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X