VIDEO: કેમેરો જોતા જ પ્રિયંકાએ કાઢી લીધી પોતાની સગાઈની વીંટી

હાલમાં જ સિંગાપુરથી પાછી આવેલી પ્રિયંકાને એરપોર્ટ પર જોવામાં આવી જ્યાં તે તેની વીંટી મીડિયાથી છૂપાવતી હતી.

અભિનેત્રી પ્રિયંકા અને તેના અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસની સગાઈના સમાચારો છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. પ્રિયંકાએ સલમાનની ફિલ્મ 'ભારત' છોડ્યા બાદ અંગ્રેજી મીડિયાએ એ સમાચાર કન્ફર્મ કરી દીધા હતા કે નિક સાથે તેણે પોતાના જન્મદિવસ પર સગાઈ કરી લીધી હતી. જો કે ત્યારથી લઈને ફેન્સ પ્રિયંકાના આંગળીમાં વીંટી જોવાની રાહ જોઈ રહ્યા છે જેથી આ સમાચાર પાક્કા થઈ શકે. તો ભાઈ, સમાચાર પાક્કા થઈ ગયા છે અને પ્રિયંકાએ પોતે જ તે સમાચારો પાક્કા કર્યા છે. હાલમાં જ સિંગાપુરથી પાછી આવેલી પ્રિયંકાને એરપોર્ટ પર જોવામાં આવી જ્યાં તે તેની વીંટી મીડિયાથી છૂપાવતી હતી.

ખીસ્સામાંથી તરત કાઢી લીધી વીંટી

ખીસ્સામાંથી તરત કાઢી લીધી વીંટી

રવિવારે સિંગાપુરમાં બોયફ્રેન્ડ નિકનો કોન્સર્ટ એટેન્ડ કર્યા બાદ પ્રિયંકા સોમવારે દિલ્હી પહોંચી. એરપોર્ટથી નિકળતી વખતે પ્રિયંકાને જોઈને ત્યાં ભીડ એકઠી થઈ ગઈ. જેવી પ્રિયંકા એરપોર્ટથી બહાર નીકળવા લાગી તેણે પોતાના હાથમાંથી વીંટી કાઢીને તરત જ પોતાના ખીસ્સામાં મૂકી દીધી અને આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

પ્રિયંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ફેન્સ જાણવા ઈચ્છે છે કે પ્રિયંકાએ છેવટે પોતાની વીંટી મીડિયાથી કેમ છૂપાવી? અને શું પ્રિયંકા ખરેખર પોતાની વીંટી કાઢવાનું ભૂલી ગઈ હતી કે તેણે જાણી જોઈને બરાબર એરપોર્ટથી બહાર નીકળતા પહેલા વીંટી કાઢી? ફેન્સના મનમાં પ્રિયંકા અંગે ઘણા સવાલો છે પરંતુ તે તો કોઈના જવાબ આપવા તૈયાર જ નથી.

સિંગાપુરમાં નિકના કોન્સર્ટમાં ગઈ હતી પ્રિયંકા

સિંગાપુરમાં નિકના કોન્સર્ટમાં ગઈ હતી પ્રિયંકા

સિંગાપુરમાં નિક જોનસનો રવિવારે કોન્સર્ટ હતો જેમાં શામેલ થવા માટે પ્રિયંકા ત્યાં ગઈ હતી. નિકના કોન્સર્ટના પ્રિયંકાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. નિકના ગીતો પર પ્રિયંકા ખૂબ મદમસ્ત અંદાજમાં ડાંસ કરી રહી હતી. પ્રિયંકા હવે ફરહાન અખ્તર સાથે પોતાની આવનારી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ કરશે. પ્રિયંકાએ બે વર્ષ બાદ બે બોલિવુડ ફિલ્મો સાઈન કરી હતી જેમાંથી સલમાનની ફિલ્મ ‘ભારત' તે છોડી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X