આ વર્ષે પણ સૌને પાછળ છોડી દેશે પ્રિયંકા ચોપડા!
પ્રિયંકા ચોપડાની વર્ષ 2014માં ભલે માત્ર બે ફિલ્મો આવી, પરંતુ આ બંને ફિલ્મોથી પ્રિયંકાએ સાબિત કરી દીધું કે બોલીવુડમાં હજી પણ તેમનું વિશેષ સ્થાન છે અને તેને કોઇ લઇ શકે તેમ નથી. ગયા વર્ષે પ્રિયંકાની 'ગુંડે' અને 'મેરી કૉમ' ફિલ્મ આવી હતી. જ્યારે આ વર્ષે પ્રિયંકા ચાર અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં જોવા મળશે, જેને લઇને તે ખૂબ જ ઉત્સાહિત છે.
પ્રિયંકાએ ફિલ્મફેર રેડ કાર્પેટ ઇવેંટ દરમિયાન ઉલ્લેખ કર્યો કે, 'આ વર્ષે સારી ફિલ્મો કરી રહી છું અને ઘણી વધારે ઉત્સાહિત છું.' આપને જણાવી દઇએ કે 2015માં પ્રિયંકા ચોપડા 'દિલ ધડકને દો', 'બાજીરાવ મસ્તાની', 'ગંગાજલ 2' અને 'મેડમજી'માં જોવા મળશે. આ તમામ ફિલ્મો આ વર્ષની બહુપ્રતીક્ષિત ફિલ્મોમાંથી એક છે.

પ્રિયંકાની આ ચારેય ફિલ્મો નામચીન નિર્દેશકોની સાથે છે. ફિલ્મ 'દિલ ધડકને દો'ની નિર્દેશક ઝોયા અખ્તર છે, તો બાજીરાવ મસ્તાની સંજલ લીલા ભણસાલીની ફિલ્મ છે. ફિલ્મ મેડમજી મધુર ભંડારકર બનાવી રહ્યા છે અને ગંગાજલ2 પ્રકાશ ઝાની છે. અત્રે નોંધનીય છે કે પ્રિયંકા મેડમજીની નિર્માતા પણ છે. સિગિંગમાં સફળતા મળ્યા બાદ આ વર્ષે પ્રિયંકા નિર્માણના ક્ષેત્રમાં પણ ઝંપલાવી રહી છે.












Click it and Unblock the Notifications
