મીડિયા સમ્મેલનના ચીફ હોસ્ટ બનશે પ્રિયંકા ચોપરા
મુંબઈ, 7 સપ્ટેમ્બર : બૉલીવુડના જાણીતા અભિનેત્રી પ્રિયંકા ચોપરા ચોથા વાર્ષિક સાઉથ એશિયન્સ ઇન મીડિયા, માર્કેટિંગ એન્ડ માર્કેટિંગ સમ્મેલનમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેશે. 27-28 સપ્ટેમ્બર દરમિયાન ન્યુયૉર્ક ખાતે ટાઇમ વાર્નરના વૈશ્વિક મથકે તથા સમ્મેલન કેન્દ્રમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રિયંકા ઉપરાંત પેપ્સીકોના મુખ્ય નવાચાર તેમજ વિજ્ઞાન અધિકારી ડૉ. મહેમૂદ ખાન તથા એબીસીડના હૅડ ઑફ કાસ્ટિંગ કેલી લી મુખ્ય વક્તાઓ રહેશે.

પ્રિયંકાએ જણાવ્યું - એક રચનાત્મક કલાકાર તથા ઉદ્યોગ જગતની શીર્ષ હસ્તી હોવાના નાતે આ ક્ષેત્રોએ ભારતીયો દ્વારા અપાયેલ યોગદાન અંગે વિશ્વને બતાવવું અને સાથે જ દક્ષિણ એશિયન લોકો માટે રસ્તો બનાવવામાં મદદ કરવું મહત્વનું છે. ડિજિટલ મીડિયા, ટેલીવિઝન, ફિલ્મ, જાહેરખબર, માર્કેટિંગ તેમજ મનોરંજની મુખ્ય હસ્તીઓ તથા પ્રવર્તકો માટે બે દિવસીય આ સમ્મેલનનું આયોજન સાઉથ એશિયન્સ ઇન મીડિયા, માર્કેટિંગ એન્ડ એંટરટેનમેંટ એસોસિએશન એટલે કે એસએએમએમએ તેમજ ટાઇમ વાર્નર ઇંક કરી રહ્યાં છે.
આ સમ્મેલનમાં એશિયાના 250 વ્યાવસાયિક લોકો, નવપ્રવર્તકો, ઉભરતી હસ્તીઓ તથા અમેરિકા તેમજ વૈશ્વિક મીડિયા, મનોરંજન અને માર્કેટિંગ ક્ષેત્રમાં હાજર વિશ્વના શીર્ષ વિચારકો ભાગ લે છે. સમ્મેલનની અધ્યક્ષતા રાધા મહેતા કરશે.












Click it and Unblock the Notifications
