Pics : પ્રિયંકા બન્યાં અમેરિકી ફૅશન બ્રાન્ડ ગેસના બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ, 29 ઑક્ટોબર : પ્રિયંકા ચોપરા પોતાનું મ્યુઝિક આલબમ બનાવી અગાઉથી જ વૈશ્વિક કક્ષાએ જાણીતા થઈ ચુક્યાં છે અને હવે તેઓ અમેરિકાની એક ફૅશન બ્રાન્ડે પણ તેમને ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં છે. દુનિયાનાના 87 દેશોમાં બ્રાન્ડ પ્રેજેંસ ધરાવતી ગેસના સીઈઓ, ક્રિએટિવ ડાયરેક્ટર તથા કો-ફાઉંડર પૉલ માર્સિયાનોએ જણાવ્યું કે પ્રિયંકા ચોપરાનો આત્મવિશ્વાસ, મજબૂતી અને લાગણીશીલતા તે ક્વૉલિટીને દર્શાવે છે કે જેની અમે શોધ રહે છે. તેઓ અમને યુવા સોફિયા લૉરેનની યાદ અપાવે છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વૈશ્વિક મંચ તરફ આગળ વધી રહી છે.

કૅનેડાના રૉકસ્ટાર તથા ફોટોગ્રાફર બ્રાયન એડમ્સે પ્રિયંકા ચોપરાને સિગ્નેચર બ્લૅક એન્ડ વ્હાઇટ કલેક્શન સાથે ગૅસના પ્રથમ કૅમ્પેન માટે શૂટ કર્યું છે. તેને આવતા મહીને રિલીઝ કરવામાં આવશે. પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે આ ડીલ સાથે તેમને ગ્લોબલ ઑડિયંસને કનેક્ટ કરવાની તક મળશે. પ્રિયંકા ચોપરાએ ઇકોનૉમિક ટાઇમ્સને જણાવ્યું - આ પ્રકારની ઘટનાઓથી દુનિયા વધુમાં વધુ સીમાઓમાંથી મુક્ત થઈ રહી છે. આનાથી ટૅલેંટ તથા ક્રિએટિવિટીને પોતાની પૂર્ણ ક્ષમતા સાથે પ્રદર્શિત કરવાની તક મળશે.

જુઓ પ્રિયંકા ચોપરાનું ગેસ માટે કરાયેલુ બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટોશૂટ :

મોટો કૉન્ટ્રૅક્ટ

મોટો કૉન્ટ્રૅક્ટ

જ્યારે આ ડીલની જાહેરાત થતી હતી, ત્યારે પ્રિયંકા ચોપરા ન્યુયૉર્ક માટે ફ્લાઇટ પકડવા જતા હતાં. સેલિબ્રિટી મૅનેજમેંટ સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ પ્રિયંકાનું ગેસ સાથેનું એક વર્ષનું કૉન્ટ્રૅક્ટ 5થી 10 કરોડનું હોઈ શકે છે.

ઘરમાં વધશે ભાવ

ઘરમાં વધશે ભાવ

છેલ્લા આઠ વરસથી પ્રિયંકાના એન્ડોર્સમેંટને મૅનેજ કરતી કમ્પની ક્રૉસઓવર એંટરટેનમેંટના એમડી વિનીતા બાંગડ કહે છે - આ ગ્લોબલ ડીલથી ચોપરાને ડોમેસ્ટિક એન્ડોર્સમેંટ માટે વધુ પ્રાઇસ મળવી નક્કી છે.

પ્રાઇસ ટૅગમાં ઉછાળો

પ્રાઇસ ટૅગમાં ઉછાળો

હાલ પ્રિયંકાની કરંટ પ્રાઇસ ટૅગ 1.25થી 1.5 કરોડ રુપિયા દૈનિક છે. ઇન્ડસ્ટ્રી ઇનસાઇડર્સનું માનવું છે કે તેમાં 10થી 20 ટકાનો ઉછાળો આવી શકે છે. હાલ પ્રિયંકા 8 બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યાં છે.

શાહરુખ-ઐશ

શાહરુખ-ઐશ

પ્રિયંકા અગાઉ શાહરુખ ખાન ટૅગ હાયર તથા ઐશ્વર્યા રાય લૉરિયલના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર રહી ચુક્યાં છે. શાહરુખ ગત 12 વર્ષોથી ટૅગ સાથે જોડાયેલા છે. તેમને આ ડીલ માટે કદાચ 20 કરોડ રુપિયા મળ્યાં છે.

ઇંટરનેશનલ સિંગિંગ

ઇંટરનેશનલ સિંગિંગ

પ્રિયંકાએ ગત વર્ષે નેશનલ ફુટબૉલ લીગ એટલે કે એનએફએલ સાથે ઇંટરનેશનલ સિંગિંગ ડેબ્યુ કર્યુ હતું. અહીં તેમણે પોતાનું પ્રથમ મ્યુઝિક સિંગલ ઇન માય સિટી લૉન્ચ કર્યુ હતું.

રામલીલામાં આયટમ સૉંગ

રામલીલામાં આયટમ સૉંગ

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં વધુ એક વાર આયટમ સૉંગ કરતાં નજરે પડશે. રામલીલામાં પ્રિયંકાનો આયટમ સૉંગ તડકો લાગતાની સાથે જ રામલીલા અંગે લોકોની ઉત્સુકતા ઓર વધી ગઈ છે.

સિડક્ટિવ પ્રિયંકા

સિડક્ટિવ પ્રિયંકા

રામલીલામાં રામ ચાહે લીલા... આયટમ સૉંગમાં પ્રિયંકા ચોપરાનો લુક પણ ખૂબ જ અલગ અને સિડક્ટિવ છે. સફેદ ચોળી અને ધોતી સ્ટાઇલની સ્કર્ટમાં પ્રિયંકાએ પોતાની સેક્સ અપીલ દાખવવાના ભરપૂર પ્રયત્નો કર્યાં છે.

વ્યસ્ત અભિનેત્રી

વ્યસ્ત અભિનેત્રી

પ્રિયંકા ચોપરા બૉલીવુડના અત્યંત વ્યસ્ત અભિનેત્રી છે. તેમની છેલ્લી ફિલ્મ ઝંજીર રિલીઝ થઈ હતી, તો તેઓ આગામી સમયમાં મૅરીકોમ ફિલ્મમાં પણ દેખાવાના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X