પ્રિયંકા ચોપડા-નિક જોનસે 144 કરોડ રૂપિયાનુ ઘર ખરીદ્યુ, 20000 વર્ગફૂટમાં 7 બેડરૂમ
પ્રિયંકા ચોપડા અને તેના પતિ અમેરિકાના લૉસ એંન્જેલસમાં 144 કરોડ રૂપિયાની કિંમતનુ ઘર ખરીદ્યુ છે.
બોલિવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપડા નિક જોનસ સાથે લગ્ન બાદ ઘણી વાર સમાચારોમાં છવાયેલી રહે છે. આ વખતે પ્રિયંકા ચોપડા અને તેના પતિ અમેરિકાના લૉસ એંન્જેલસમાં પોતાના નવા ઘર માટે સમાચારોમાં છવાયેલા છે. માહિતી અનુસાર બંનેએ લૉસ એંજેલસમાં 144 કરોડ રૂપિયાની કિંમતનુ ઘર ખરીદ્યુ છે. અમેરિકી ડૉલરમાં આ ઘરની કિંમત 20 મિલિયન ડૉલર છે. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટની માનીએ તો નિક અને તેની પત્ની પ્રિયંકા ચોપડાએ 20000 વર્ગ ફૂટનુ આ ઘર ખરીદ્યુ છે જેની કિંમત 20 મિલિયન યુએસ ડૉલર છે.

20000 વર્ગફૂટનુ ઘર
માહિતી અનુસાર જોનસ બંધુઓએ રિયલ એસ્ટેટાં રેકોર્ડ 341 મિલિયન ડૉલર એનસિનો નામક જગ્યાએ રોકાણ કર્યા છે કે જે લૉસ એન્જેલસની ઘણી નજીક છે. એક તરફ જ્યાં નિક જોનસે 20000 વર્ગ ફૂટના ઘર માટે 20 મિલિયન ડૉલરનો ખર્ચ કર્યો તો બીજી તરફ જો જોનસ અને તેની પત્ની સોફી ટર્નરે થોડા જ અંતરે 15000 વર્ગફૂટના ઘર માટે 14.1 મિલિયન ડૉલર ખર્ચ કર્યા છે. જો જોનસનુ આ ઘર નિકના ઘરથી લગભગ ત્રણ મિલના અંતરે છે.

પ્રિયંકાના ઘરમાં 7 બેડરૂમ
રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિક જોનસના મોડર્ન ઘરમાં કુલ સાત બેડરૂમ છે જ્યારે 11 બાથરૂમ. ઘરમાં હાઈ સીલિંગ્ઝ અને ઘણો ખુલ્લો એરિયા પણ છે. જો કે સોફી અને જોનુ ઘર નિક તેમજપ્રિયંકાના ઘરથી નાનુ છે પરંતુ તેમાં પણ 10 બેડરૂમ અને 14 બાથરૂમ છે. તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં આ અંગેની માહિતી સામે આવી હતી કે નિકે પોતાનુ ઘર વેચી દીધુ છે જ્યાં તે લગ્ન પહેલા રહેતા હતા. નિક અને પ્રિયંકાના લગ્ન ગયા વર્ષે ડિસેમ્બરમાં થયા હતા.

પ્રિયંકાએ પોતે જ વાત કરી હતી પોતાના ઘર વિશે
પ્રિયંકા ચોપડાએ પોતાના નવા ઘર વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે એક ઘર ખરીદવુ અને એક બાળક મારી લિસ્ટમાં શામેલ છે. મારા માટે ઘર એ જ છે જ્યાં હું ખુશ છુ, જ્યાં સુધી મારા નજીકના લોકો હોય છે, હું ખુશ રહુ છુ. નિક સાથે પોતાના ભવિષ્યની યોજના વિશે પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે 10 વર્ષમાં હું એક બાળક જરૂર ઈચ્છુ છુ. આગામી દસ વર્ષમાં એ જરૂર થશે, આશા છે કે એ પહેલા થાય. હું બાળકોની બહુ શોખીન છુ અને એક બાળક જરૂર ઈચ્છુ છુ.

બોલિવુડમા પ્રિયંકાનુ કમબેક
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપડાએ બોલિવુડમાં પોતાનુ કમબેક ધ સ્કાઈ ઈઝ પિંક ફિલ્મથી કર્યુ હતુ જેમાં તેની સાથે ફરહાન અખ્તર હતા. તેની આવનારી ફિલ્મ વી કેન બી હીરોઝ છે કેજે બુકર પ્રાઈઝથી સમ્માનિત ધ વ્હાઈટ ટાઈગર ઉપન્યાસ પર આધારિત છે. જેને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં પ્રિયંકા સાથે રાજકુમાર રાવ હશે. વળી, નિક જોનસ હાલમાં પોતાના ભાઈ અને બેંડ સાથે ટૂર પર છે.












Click it and Unblock the Notifications
