બુર્જ ખલિફા પર ફરીથી લગ્ન કરી શકે છે પ્રિયંકા-નિક, દુબઈથી આવ્યુ આમંત્રણ
વાસ્તવમાં પ્રિયંકા અને નિક બંનેને દુનિયાની સૌથી ઈમારત બુર્જ ખલિફા પર લગ્ન કરવાનું આમંત્ર મળ્યુ છે.
પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. આમ તો આ સુંદર જોડી બે વાર લગ્ન કરી ચૂકી છે પરંતુ હવે એવા સમાચાર પણ છે કે આ દંપત્તિ ફરીથી લગ્ન કરી શકે છે. જેની પાછળનું કારણ દુબઈ છે. વાસ્તવમાં પ્રિયંકા અને નિક બંનેને દુનિયાની સૌથી ઈમારત બુર્જ ખલિફા પર લગ્ન કરવાનું આમંત્ર મળ્યુ છે. આ વિશે બંને તરફથી હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી.

બુર્જ ખલીફા પર ફરીથી લગ્ન કરી શકે છે નિક-પ્રિયંકા
તમને જણાવી દઈએ કે ઈમ્માર દુબઈના ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં નિક-પ્રિયંકાને બુર્જ ખલીફા પર ફરીથી એક વાર લગ્ન કરવાની ઓફર આપવામાં આવી છે. પોસ્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે લગ્નની બધી તૈયારીઓ કંપની તરફથી કરવામાં આવશે. આ લગ્ન દ્વારા તે આખી દુનિયાને નિક અને પ્રિયંકાની લવસ્ટોરી વિશે જણાવવા માંગે છે.
|
હવે મુંબઈમાં રિસેપ્શનની રાહ
તમને જણાવી દઈએ કે 1 અને 2 ડિસેમ્બરે લગ્ન કરી ચૂકેલા પ્રિયંકા અને નિકનું વેડિંગ રિસેપ્શન 4 ડિસેમ્બરે નવી દિલ્લીના તાજ પેલેસ હોટલમાં થયુ જેમાં પીએમ મોદી સહિત ઘણા ગણમાન્ય લોકો શામેલ થયા. હવે પીસી અને નિક આગામી રિસેપ્શન મુંબઈમાં આપશે જેમાં બોલિવુડ જગતના હસ્તીઓ શામેલ થશે કે જે 20 ડિસેમ્બરે યોજાઈ શકે છે.

પ્રિયંકા અને નિક જોનસની ઓગસ્ટમાં થઈ હતી રોકા સેરેમની
ઉલ્લેખનીય છે કે એક વર્ષના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેમની કરી હતી. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાનો સંબંધ પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘ટેકન... વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ' ત્યારબાદ પ્રિયંકાએ પોતાની અને નિકની રોકા સેરેમનીના ફોટા ફેન્સ સાથે શેર કર્યા હતા.

સોશિયલ મીડિયા
પ્રિયંકા અને નિકના પહેલા રિસેપ્શનના ફોટા હાલમાં સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ રિસેપ્શનમાં પ્રિયંકા દેશી અવતારમાં જોવા મળી રહી છે. અહીં ઓફ વ્હાઈટ કલરના લહેંગામાં તે જોવા મળી તો નિક જોનસે સૂટ પેંટ પહેર્યુ હતુ. ખાસ વાત એ પણ રહી કે નિકની મા, પિતા અને ભાભી પણ પારંપરિક ભારતીય અંદાજમાં જોવા મળ્યા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
