નવેમ્બરમાં પ્રિયંકા કરશે લગ્ન, નિક જોનસ સાથે ફરશે સાત ફેરા

નવેમ્બરમાં પ્રિયંકા કરશે લગ્ન, નિક જોનસ સાથે ફરશે સાત ફેરા

નવી દિલ્હીઃ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આ વર્ષે લગ્ન ગાંઠ બાંધી શકે છે. બૉલીવુડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે પ્રિયંકા-નિક આગામી મહિને ભારતમાં લગ્ન કરી શકે છે અને તેની તૈયારી પણ જલ્દી શરૂ થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને જોધપુરમાં શાહી અંદાજમાં સાત ફેરા ફરશે. પ્રિયંકા અને નિકે એક વર્ષના ડેટિંગ બાદ આ વર્ષે ઓગસ્ટમાં પરંપરાગત રીતે મુંબઈમાં સગાઈ કરી લીધી હતી.

પ્રિયંકા અને નિક જોધપુરમાં લગ્ન કરશે

પ્રિયંકા અને નિક જોધપુરમાં લગ્ન કરશે

પ્રિયંકા ચોપરા પોતાના અમેરિકી સિંગર-સોન્ગરાઈટર મંગેતર નિક જોનસ સાથે આગામી મહિને લગ્ન કરી શકે છે. અહેવાલ મુજબ પ્રિયંકા અને નિક જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં રજવાડી સ્ટાઈલમાં લગ્ન કરશે. તાજેતરમાં જ પ્રિયંકા અને નિક જોધપુર ગયા હતા, જ્યાંથી એમણે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે તસવીરો પણ શેર કરી હતી. જોધપુર સ્થિત ઉમેદ ભવન પેલેસ એક ફાઈવ સ્ટાર હોટલ છે જે પોતાના રજવાડી અને શાહિ અંદાજ માટે જાણીતી છે.

ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર

ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર

એક અંગ્રેજી વેબસાઈટ મુજબ બંને નિકના ભાઈ જો જોનસ અને તેની મંગેતર સોફી ટર્નર પહેલા લગ્ન કરી લેશે. નવેમ્બરમાં લગ્ન પહેલા પ્રિયંકા આ મહિને ન્યૂયોર્કમાં પોતાના મિત્રો માટે એક બ્રાઈડલ શાવર પણ રાખશે, જેમાં પ્રિયંકાના બૉલીવુડના મિત્રો પણ હાજર રહે તેવું કહેવાય રહ્યું છે. પ્રિયંકા અને નિકે ગયા વર્ષથી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બંને મેટ ગાલાના રેડ કાર્પેટ પર સાથે આવ્યા હતા જે બાદ એમની ડેટિંગની ખબર શરૂ થઈ ગઈ હતી.

પ્રિયંકા-નિક એક વર્ષથી છે સાથે

પ્રિયંકા-નિક એક વર્ષથી છે સાથે

જે બાદ નિકે આ વર્ષે પ્રિયંકાના જન્મદિવસ પર લંડનમાં એમને પ્રપોઝ કરી અને બંનેએ સગાઈ કરી લીધી. જે બાદ બંનેએ ઓગસ્ટમાં પારંપરિક પંજાબી રીતિ-રિવાજથી સગાઈ કરી હતી. નિક પોતાના માતા-પિતા સાથે મુંબઈ આવ્યો હતો અને નજીકના સંબંધીઓની સામે સગાઈની સેરેમની થઈ હતી. સગાઈ બાદ પ્રિયંકાએ પોતાના ખાસ મિત્રો માટે એક નાનીએવી પાર્ટી રાખી હતી, જેમાં આલિયા ભટ્ટ અને પરિણીતિ ચોપરા સહિતના સ્ટાર સામેલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X