Pics & Video: પ્રિયંકા-નિકનું મુંબઈ રિસેપ્શન, વાદળી લહેંગામાં ‘દેસી ગર્લ'નો જલવો

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાનું બીજુ રિસેપ્શન મુંબઈમાં બુધવારે રાતે આપ્યુ જેમાં બંનેના દોસ્ત, સંબંધીઓ અને નજીકના લોકો શામેલ થયા.

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાનું બીજુ રિસેપ્શન મુંબઈમાં બુધવારે રાતે આપ્યુ જેમાં બંનેના દોસ્ત, સંબંધીઓ અને નજીકના લોકો શામેલ થયા. આ રિસેપ્શન માયાનગરી મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ JW Marriotમાં રાખવામાં આવ્યુ હતુ. જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થયા હતા. આ રિસેપ્શનમાં પ્રિયંકાના મહેમાન, સંબંધીઓ, મીડિયાના દોસ્તો શામેલ થયા હતા.

પ્રિયંકાનો દેસી લુક

આ રિસેપ્શનમાં પણમ પ્રિયંકાનો દેસી લુક જળવાઈ રહ્યો. તેણે વાદળી રંગના ગોલ્ડન વર્કવાળો લહેંગો પહેર્યો હતો. વળી, નિક ગ્રે સૂટમાં ખૂબ કમાલ લાગી રહ્યા હતા. પ્રિયંકાના આ આઉટફિટને જાણીતા ડિઝાઈનર સવ્યસાચીએ ડિઝાઈન કર્યુ છે. પ્રિયંકાએ પોતાના લગ્ન (હિંદુ વેડિંગ)માં પણ સવ્યસાચીનો જ લહેંગો પહેર્યો હતો.

મહેમાનોએ તાળીઓથી કર્યુ પ્રિયંકા-નિકનું સ્વાગત

મહેમાનોએ તાળીઓથી કર્યુ પ્રિયંકા-નિકનું સ્વાગત

પ્રિયંકા અને નિક જેવા સ્ટેજ પર પહોંચ્યા તો ત્યાં હાજર મહેમાનોએ તાળીઓથી તેમનુ સ્વાગત કર્યુ. બંને સ્ટાર સ્ટેજ પર હંમેશાની જેમ સુંદર લાગી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક પોતાનું ત્રીજુ રિસેપ્શન 20 તારીખે જ મુંબઈમાં આપશે જેમાં બોલિવુડ અને રમતજગતની હસ્તીઓ શામેલ થશે.

પ્રિયંકાએ 11 વર્ષ નાના નિક સાથે કર્યા છે લગ્ન

પ્રિયંકાએ 11 વર્ષ નાના નિક સાથે કર્યા છે લગ્ન

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ 11 વર્ષ નાના અમેરિકી સિંગર નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. પહેલા બંને સ્ટાર્સ ક્રિશ્ચિયન રિવાજથી પરણ્યા અને બાદમાં હિંદુ રીતિ રિવાજથી લગ્ન કર્યા.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઓગસ્ટમાં થયુ હતુ રોકા

ઉલ્લેખનીય છે કે એક વર્ષના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેમની કરી હતી. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાનો સંબંધ પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાની ફોટો ફેન્સ સાથે શેર કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X