‘બધુ પબ્લિક માટે નથી' નિક સાથે પોતાના સંબંધો અંગે બોલી પ્રિયંકા
સોમવારે એક કાર્યક્રમ માટે દિલ્હી પહોંચેલી પ્રિયંકાએ પહેલી વાર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી.
અભિનેત્રી પ્રિયંકા ચોપડા છેલ્લા ઘણા દિવસોથી અલગ અલગ કારણોથી ચર્ચામાં છે. તેની પ્રોફેશનલથી લઈને પર્સનલ જીંદગી સમાચારોમાં છવાયેલી છે. અમેરિકી સિંગર બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સગાઈના સમાચારો ઘણા સમયથી આવી રહ્યા છે પરંતુ પ્રિયંકાએ હજુ સુધી આના પર કોઈ સ્પષ્ટતા આપી નથી. સોમવારે એક કાર્યક્રમ માટે દિલ્હી પહોંચેલી પ્રિયંકાએ પહેલી વાર પોતાની પર્સનલ લાઈફ વિશે વાત કરી. એક તરફ ફેન્સ પ્રિયંકા પાસેથી નિક જોનસ વિશે જાણવા ઈચ્છે છે ત્યાં બીજી તરફ પ્રિયંકાએ સ્પષ્ટ કરી દીધુ છે કે તે પોતાની પર્સનલ લાઈફ વિશે કંઈ જ નહિ કહે.

‘મારા જીવનમાં બધુ લોકો માટે નથી'
બોયફ્રેન્ડ નિક જોનસ સાથે સિંગાપોરમાં સમય વિતાવીને પ્રિયંકા સોમવારે દિલ્હી પહોંચી. એક કાર્યક્રમ માટે દિલ્હી આવેલી પ્રિયંકાએ નિક જોનસ સાથે તેની સગાઈ અંગે કરવામાં આવેલા સવાલ પર કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. પ્રિયંકાએ કહ્યુ, ‘મારા જીવનમાં બધુ લોકો માટે નથી. મારા જીવનની 90 ટકા વાતો લોકો માટે છે પરંતુ 10 ટકા મારા પોતાના માટે છે. હું એક યુવતી છુ અને તેને પોતાના સુધી સીમિત રાખવાનો મને પૂરો અધિકાર છે.'

‘અફવાઓ પર આવે છે હસવુ'
પ્રિયંકા અને નિકનો સંબંધ છેલ્લા બે સપ્તાહથી સમાચારમાં છવાયેલો છે. પ્રિયંકાએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત' છોડ્યા બાદ જ તેના અને નિકની સગાઈના સમાચાર આવ્યા હતા. ઘણા લોકોએ આને પણ અફવા ગણાવી. વળી, અંગ્રેજી મીડિયાએ એ કન્ફર્મ કર્યુ હતુ કે પ્રિયંકા અને નિકે લંડનમાં પ્રિયંકાના જન્મદિવસ પર સગાઈ કરી. પ્રિયંકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તે અફવાઓથી કેવી રીતે ડીલ કરે છે ત્યારે તેણે કહ્યુ કે ક્યારેક તેનાથી મુશ્કેલી થાય છે અને ક્યારેક હસવુ આવે છે. પ્રિયંકાએ પોતાના અને નિકના સંબંધોને પીઆર બતાવવા પર કહ્યુ કે તે કોઈ ઓફિસ માટે નથી લડી રહી એટલા માટે તેને કોઈને સ્પષ્ટતા આપવાની જરૂર નથી.

સિંગાપોરમાં નિકના કોન્સર્ટમાં પ્રિયંકાએ કરી ખૂબ મઝા
પ્રિયંકા સોમવારે સિંગાપુરથી દિલ્હી પાછી આવી. સિંગાપુરમાં નિક જોનસનો રવિવારે કોન્સર્ટ હતો જેમાં શામેલ થવા માટે પ્રિયંકા ત્યાં ગઈ હતી. નિકના કોન્સર્ટમાંથી પ્રિયંકાના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. નિકના ગીતો પર પ્રિયંકા ખૂબ મદમસ્ત અંદાજમાં ડાંસ કરી રહી હતી. બોલિવુડની ગલીઓમાં ચર્ચા હતી કે બંને ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો કે આના પર બંને તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ફેન્સ આ સમાચારની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
She's dancing 😍😍 | @priyankachopra #priyankachopra #__priyankachoprafc
A post shared by PRIYANKA CHOPRA FC (@__priyankachoprafc) on
Look at her 😍😍 | @priyankachopra #priyankachopra #__priyankachoprafc
A post shared by PRIYANKA CHOPRA FC (@__priyankachoprafc) on












Click it and Unblock the Notifications
