Pictures : હવે મૅરી કૉમનો રોલ કરશે પ્રિયંકા

મુંબઈ, 28 ઑક્ટોબર. કાયમ લીકથી હટી રોલ કરનાર ભૂતપૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા હવે આપને રૂપેરી પડદે મુક્કાબાજી કરતા દેખાશે. સમાચાર મળે છે કે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે. પ્રિયંકાએ આ રોલનો સ્વીકાર કર્યો છે. ફિલ્મનું શુટિંગ જાન્યુઆરીમાં શરૂ થશે.

પોતાના રોલમાં સજીવતા લાવવા પ્રિયંકા મૅરી કોમ પાસેથી ખાસ તાલીમ લેવાનાં છે. તેના માટે મૅરી કોમે પણ હા પાડી દીધી છે. ફિલ્મની વાર્તા મૅરી કોમના જીવન પર જ આધારિત હશે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી.

વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરાએ પોતાના ફિલ્મી કૅરિયરમાં ખૂબ જ જુદા પ્રકારના પાત્રો ભજવ્યાં છે. ફિલ્મ અંદાજથી ફિલ્મી કૅરિયર શુરૂ કરનાર પ્રિયંકા ચોપરાએ ઐતરાઝ, મુઝસે શાદી કરોગી, ફૅશન, સાત ખૂન માફ, ડૉન, દોસ્તાના અને બર્ફી જેવી ફિલ્મોમાં જુદા-જુદા પાત્રો ભજવ્યાં છે. બીજી બાજુ મૅરી કોમ પણ ઓલિમ્પિક સહિત વિવિધ સ્પર્ધાઓમાં જીતતાં રહ્યાં છે અને ઓલિમ્પિક પછી તો તેઓ અનેક ટેલીવિઝન શોમાં પણ ગયાં છે.

આવો આપને બતાવીએ પ્રિયંકા ચોપરાના ફિલ્મી કૅરિયરની અને મૅરી કોમની વિજયી લાક્ષણિક મુદ્રાઓની તસવીરી ઝલક.

સૌથી ઓછી વયે વિશ્વ સંદરી

સૌથી ઓછી વયે વિશ્વ સંદરી

વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો. આ ખિતાબ જીતનાર તેઓ સૌથી ઓછી વયના મહિલા હતાં.

ધ હીરો પ્રથમ ફિલ્મ

ધ હીરો પ્રથમ ફિલ્મ

વર્ષ 2003માં પ્રિયંકા ચોપરાએ ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. તેમની પ્રથમ ફિલ્મ હતી ધ હીરો. તેમાં તેઓ સાઇડ રોલમાં હતાં, પરંતુ પછી આ જ વર્ષે તેમનો લીડ રોલ ધરાવતી ફિલ્મ અંદાઝ પણ રિલીઝ થઈ. તેના માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ ફૉર બેસ્ટ ફીમેલ ડેબ્યુટ પણ મળ્યો.

નેગેટિવ પાત્ર પણ પુરસ્કૃત

નેગેટિવ પાત્ર પણ પુરસ્કૃત

વર્ષ 2004માં પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ઐતરાઝમાં નેગેટિવ પાત્ર ભજવ્યું અને તેના માટે તેમને ઍવૉર્ડ મળ્યો. સમીક્ષોએ પણ સ્વીકાર્યું કે પ્રિયંકા એક સારા અભિનેત્રી છે.

ફૅશને અપાવ્યો મુકામ

ફૅશને અપાવ્યો મુકામ

વર્ષ 2008માં આવેલ ફિલ્મ ફૅશને પ્રિયંકાના કૅરિયરને તેવા મુકામે પહોંચાડી કે જ્યાં પહોંચવુ દરેકના વશની વાત નથી હોતી. પ્રિયંકાએ આ ફિલ્મ માટે નેશનલ ઍવૉર્ડ મેળવ્યો.

માત્ર ગ્લૅમર ડૉલ નથી

માત્ર ગ્લૅમર ડૉલ નથી

કમીને, સાત ખૂન માફ અને બર્ફી ફિલ્મો વડે પ્રિયંકાએ સાબિત કર્યું કે તેઓ માત્ર ગ્લૅમર ડૉલ નહિં, પણ એક ઘડાયેલાં કલાકાર પણ છે.

નિર્માતા-દિગ્દર્શકોની લાઇન

નિર્માતા-દિગ્દર્શકોની લાઇન

ઐતરાઝ બાદ મુઝસે શાદી કરોગે, કૃષ અને ડૉનની સફળતાએ પ્રિયંકાને બૉલીવુડની અગ્રણી અભિનેત્રીઓની શ્રેણીમાં લાવી મુકી. નિર્માતા-દિગ્દર્શકોએ પ્રિયંકાના ઘરે લાઇનો લગાવી દીધી.

નવો પડકાર

નવો પડકાર

ફરી એક વાર પ્રિયંકા એક અલગ અને પડકારજન્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યાં છે. નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભાનુશાળીની ફિલ્મમાં પ્રિયંકા ઓલિમ્પિક વિજેતા મૅરી કોમનું પાત્ર ભજવવાનાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X