Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પ્રિયંકા ચોપડાએ શેર કરી પોતાની બેડરૂમ સિક્રેટ, આ હોય છે નિક જોનસની ડિમાન્ડ

પ્રિયંકા ચોપડાએ પોતાના અને નિકની એક ખૂબ જ ક્યુટ બેડરૂમ સિક્રેટ શેર કરી છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ એક ખૂબ જ ક્યુટ કપલ છે. બંનેને એકસાથે જોઈને ફેન્સ હંમેશા ખુશ રહે છે અને હવે પ્રિયંકા ચોપડાએ પોતાના અને નિકની એક ખૂબ જ ક્યુટ બેડરૂમ સિક્રેટ શેર કરી છે. જેને સાંભળીને કોઈ પણ કહી દેશે. પ્રિયંકા ચોપડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે નિક જોનસની ડિમાન્ડ હોય છે કે સૂઈને ઉઠતા જ પ્રિયંકા સૌથી પહેલા તેને પોતાનો ચહેરો બતાવશે.

પ્રિયંકાને નિકની આ આદત લાગે છે ખૂબ જ ક્યુટ

પ્રિયંકાને નિકની આ આદત લાગે છે ખૂબ જ ક્યુટ

પ્રિયંકાનુ કહવુ છે કે આ તેના માટે કંટાળાભરી ડિમાન્ડ ડિમાન્ડ હોય છે કારણકે તે તરત જ સૂઈને ઉઠેલી હોય છે અને તેની આંખો સોજાયેલી હોય છે. તે ઈચ્છે કે થોડુ ક્રીમ અને મસ્કરા લગાવી લે. પરંતુ નિક તેને આ બધુ કંઈ કરવા નથી દેતા. તેને સીધી પ્રિયંકાને જોવી હોય છે. જો કે પ્રિયંકાને નિકની આ આદત ખૂબ જ ક્યુટ લાગે છે. તમને જણાવીએ પ્રિયંકા અને નિકનો પહેલો કપલ ઈન્ટરવ્યુના અમુક અંશ જ્યાં બંનેએ પોતાની લવ સ્ટોરી જણાવી હતી -

પહેલો મેસેજ

પહેલો મેસેજ

પ્રિયંકા અને નિક પહેલી વાર એક સાથે ગાલા 2017ના અવૉર્ડઝમાં દેખાયા હતા અને ત્યારથી જ બંનેના ડેટ કરવાના સમાચાર આવી રહ્યા હતા પરંતુ વાસ્તવમાં પ્રિયંકા 2016થી નિકને ડેટ કરી રહી હતી. પ્રિયંકાએ જણાવ્યુ કે નિકે પોતાના કોઈ દોસ્તને મેસેજ કર્યો હતો કે પ્રિયંકા ક્વૉંટિકોમાં જબરદસ્ત છે. તે દોસ્ત મારી સાથે ક્વૉંટિંકોમાં કામ કરતો હતો.

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

ત્યારબાદ નિકે પ્રિયંકાને ટ્વિટર પર મેસેજ કર્યો - મેરા અમુક દોસ્ત કહી રહ્યા છે કે આપણે બંનેએ મળવુ જોઈએ. તે સપ્ટેમ્બર 8, 2016નો દિવસ હતો. પ્રિયંકાએ જણાવ્યુ કે મે ફરીથી નિકને મેસેજ કર્યો કે આ મેસેજ મારી આખી ટીમ વાંચી શકે છે. તુ મને કેમ મેસેજ નથી કરતો. ત્યારબાદ બંને વચ્ચે મેસેજનો સિલસિલો ચાલુ થઈ ગયો.

પહેલી વાર દિલ ધડક્યુ

પહેલી વાર દિલ ધડક્યુ

પ્રિયંકાએ જણાવ્યુ કે પહેલી વાર મને નિક માટે કંઈક અનુભવાયુ તે ત્યારે હતુ જ્યારે અમે એક ડેટ પર હતા અને તેણે અચાનક મને કહ્યુ કે મને બહુ જ ગમે છે જે રીતે તુ દુનિયાને જુએ છે. મને તારી અંદર આ કંઈક કરવાની ઈચ્છા ખૂબ જ પસંદ છે. પ્રિયંકાએ જણાવ્યુ, એક છોકરી હોવાના નાતે મને મારા કોઈ બૉયફ્રેન્ડે એવુ નહોતુ કહ્યુ કે તેને મારી આ મહત્વાકાંક્ષા પસંદ છે. આ હું હંમેશા છોકરાઓને કહેતી હતી.

પહેલી રાત એક સાથે

પહેલી રાત એક સાથે

પોતાની પહેલી ડેટ બાદ પ્રિયકા ચોપડાએ નિક જોનસને પોતાના ઘરે ઈનવાઈટ કર્યા. ઘરે પ્રિયંકા ચોપડાની મા મધુ ચોપડા પહેલેથી જ હાજર હતા. ઘરે પહોંચીન પ્રિયંકા અને નિકે ઘણી વાર સુધી વાતો કરી અને પછી નિક પ્રિયંકાની પીઠ થપથપાનીને જવા લાગ્યા.

સમ્માનજનક ડેટ

સમ્માનજનક ડેટ

આના પર નિકે કહ્યુ - અમારી વચ્ચે કોઈ કિસ ન થઈ. કંઈ પણ ન થયુ. જેના પર પ્રિયંકાએ ફરીથી કહ્યુ કે હા, બસ મારી પીઠ થપથપાવવામાં આવી. નિકે તરત જ કહ્યુ - આ આજે પણ એ વાતથી નારાજ છે.

પહેલી કિસ

પહેલી કિસ

નિક જોનસે સફાઈ આપીને કહ્યુ - મે બસ કિસ એટલા માટે નહોતી કરી કારણકે તારા મમ્મી ત્યાં હતા. મારા ખ્યાલથી આ એક સમ્માનજનક પહેલી મુલાકાત હતી. પ્રિયંકાએ નિકને ટોણો મારીને કહ્યુ - બહુ સમ્માનવાળી.

ફાઈનલ પ્રપોઝલ

ફાઈનલ પ્રપોઝલ

હંમેશાથી સમાચાર હતા કે નિક જોનસે પ્રિયંકા ચોપડાને તેના જન્મદિવસે પ્રપોઝ કર્યુ. આ વાત પર મ્હોર લગાવીને નિકે કહ્યુ કે હા, મે જન્મદિવસ ખતમ થતા પ્રપોઝ કર્યુ.

કેવી રીતે કર્યુ પ્રપોઝ

કેવી રીતે કર્યુ પ્રપોઝ

હું 12 વાગવાની રાહ જોઈ રહ્યો હતો કારણકે હું નહોતો ઈચ્છતો કે મારી પ્રપોઝલ અને પ્રિયંકાનો બર્થડે આગલા વર્ષથી એક જ દિવસે આવે. નહિતર બે વસ્તુઓ એક જ દિવસે સેલિબ્રેટ કરવી પડતી. નિકે જણાવ્યુ, હું મારા એક ઘૂંટણ પર બેઠો અને પ્રિયંકાને પૂછ્યુ કે શું તુ ને આ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ બનાવીશ?

45 સેકન્ડમાં હા કહી દીધી

45 સેકન્ડમાં હા કહી દીધી

નિકે જણાવ્યુ કે પ્રિયંકાને માત્ર 45 સેકન્ડ લાગી હતી હા બોલવામાં. પરંતુ આ 45 સેકન્ડ તે એકદમ શાંત હતી. પછી મે તેને કહ્યુ કે હું તને આ રીંગ પહેરાવવા જઈ રહ્યો છુ જો તને કોઈ વાંધો ના હોય તો. નિકે જણાવ્યુ કે હું ત્રીજી ડેટમાંજ એ નક્કી કરી ચૂક્યો હતો કે હું આની સાથે જ લગ્ન કરીશ. મે મારી માને ફોન કરીને જણાવી દીધુ હતુ.

પહેલા પણ કર્યુ હતુ પ્રપોઝ

પહેલા પણ કર્યુ હતુ પ્રપોઝ

નિક જ્યારે પહેલી વાર પ્રિયંકાને ઑસ્કર પાર્ટીમાં મળ્યા હતા ત્યારે તે પોતાની ડ્રિંક સાથે પોતાના ઘૂંટણ પર બેસી ગયા અને પ્રિયંકાને પૂછ્યુ કે તુ ખરેખર આવી છે? તુ અત્યાર સુધી ક્યાં હતી? અને આ મે ઘણા લોકો સામે અને ઘણુ મોટેથી કહ્યુ હતુ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X