નેપોટિઝમ પર ચર્ચા વચ્ચે પ્રિયંકા ચોપડાનો જૂનો વીડિયો - મારા માટે બહુ મુશ્કેલ સમય હતો

પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તેમણે નેપોટિઝમ અને બોલિવુડમાં પોતાના સંઘર્ષ પર વાતો કરી હતી.

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલિવુડમાં નેપોટિઝમ વિશે એક વાર ફરીથી ચર્ચા શરૂ થઈ ચૂકી છે. લોકો સ્ટારકિડ્ઝને મળી રહેલી તકો અને બહારના કલાકારો સાથે થઈ રહેલા પક્ષપાત પર અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઈએ કે નેપોટિઝમ માટે અત્યારે નહિ પરંતુ આ પહેલા પણ ઘણા વાદ-વિવાદ થઈ ચૂક્યા છે. પ્રિયંકા ચોપડાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જ્યાં તેમણે નેપોટિઝમ અને બોલિવુડમાં પોતાના સંઘર્ષ પર વાતો કરી હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ માત્ર બૉલિવુડમાં જ નામ નથી કમાયુ પરંતુ ગ્લોબલ સ્ટાર તરીકે પણ ઉભરીને સામે આવી. આજે આટલા વર્ષોમાં પ્રિયંકા ભલે ઈન્ડસ્ટ્રીનો અતૂટ હિસ્સો છે પરંતુ તેના માટે પણ આ સફર સરળ નથી રહી.

મારા માટે મુશ્કેલ સમય હતો

મારા માટે મુશ્કેલ સમય હતો

આ વીડિયો ન્યૂયોર્કમાં કોઈ સમિટ દરમિયાનનો છે. જ્યારે પ્રિયંકાને નેપોટિઝમ પર સવાલ કરવામાં આવ્યા તો તેણે કહ્યુ, 'નેપોટિઝમ અને બૉલિવુડ સાથે-સાતે ચાલે છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોમાં એવા કલાકાર આવ્યા છે જે આનો તોડવામાં સફળ રહ્યા છે. એ કલાકારોએ પોતાની અલગ ઓળખ બનાવી છે. જે હું પણ કરવાની કોશિશ કરી રહી છુ. મારા માટે આ બહુ મુશ્કેલ હતુ. હું અહીં કોઈને જાણતી નહોતી. જ્યારે મે અહીં પગ મૂક્યો ત્યારે દરેક જણ એકબીજાના સારા દોસ્ત હતા. હું નેટવર્કિંગમાં સારી નહોતી અને ના કોઈ પાર્ટીઓમાં જતી હતી. મારા માટે થોડુ મુશ્કેલ હતુ પરંતુ મે આ સચ્ચાઈ સ્વીકારી કે મારે આ બધી વસ્તુઓથી ડરવાનુ નથી.'

મે મારા ક્રાફ્ટ પર કામ શરૂ કર્યુ

મે મારા ક્રાફ્ટ પર કામ શરૂ કર્યુ

મે એવા રોલ લેવા શરૂ કર્યા, જ્યાં હું ખુદને સાબિત કરી શકુ. હું ઈચ્છતી હતી કે લોકો થિયેટરમાંથી બહાર નીકળે તો મને નહિ મારી ભૂમિકાને યાદ રાખે. મે મારા ક્રાફ્ટ પર કામ કર્યુ. વળી, હવે પ્રિયંકા ગ્લોબલ સ્ટાર છે. માત્ર બૉલિવુડ જ નહિ પરંતુ હૉલિવુડમાં પણ તે ઘણા પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલી છે અને ઘણા અવૉર્ડ પોતાના નામે કરી ચૂકી છે. આવનારા સમયમાં પ્રિયંકા 'વી કેન બી હીરોઝ', 'મેક્ટ્રિસ 4' અને વેબ સીરિઝ 'ધ વ્હાઈટ ટાઈગર'માં જોવા મળવાની છે.

પદ્મશ્રીથી સમ્માનિત

પદ્મશ્રીથી સમ્માનિત

પ્રિયંકા માત્ર અભિનેત્રી જ નહિ પરંતુ એક સફળ પ્રોડ્યુસર પણ છે. પ્રિયંકા ભોજપુરી, મરાઠી, આસામી અને પંજાબી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. પ્રિયંકાએ ફિલ્મોમાં એક લાંબી સફર કાપી છે અને ઘણા પુરસ્કાર જીત્યા છે જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર અને ઘણી ફિલ્મફેર અવોર્ડ પણ શામેલ છે. તેને 2016ાં ભારતના ચોથા સૌથી મોટા નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી પણ સમ્માનિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા જ નહિ પરંતુ શાહરુખ ખાન, અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, કંગના રનોત, વિદ્યા બાલન જેવા કલાકારો પણ છે જે ફિલ્મી પરિવારમાંથી નથી આવતા પરંતુ તેમણે અહીં એક ખાસ ઓળખ બનાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X