પોતાના જમાઈ વિશે પ્રિયંકા ચોપડાની મા એ કહી આ વાત

પ્રિયંકા અને નિકે લગ્નની તારીખનો તો ખુલાસો તો નથી કર્યો પરંતુ તેમના રોકાથી તેની મા મધુ ચોપડા ખૂબ જ ખુશ છે. મધુ ચોપડાએ પોતાના જમાઈ વિશે કેટલાક મઝાના ખુલાસા પણ કર્યા છે.

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ અમેરિકી બોયફ્રેન્ડ નિક જોનસ સાથે મુંબઈમાં રોકા સેરેમિની કરીને પોતાના સંબંધને આખી દુનિયા સામે કબૂલ કરી લીધો છે. પ્રિયંકા અને નિક છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. લંડનમાં સગાઈ બાદ મુંબઈમાં રોકાની રસમ કરવામાં આવી જે પૂરા હિંદુ રીતિ રિવાજ સાથે કરવામાં આવી હતી. પ્રિયંકા અને નિકે લગ્નની તારીખનો તો ખુલાસો તો નથી કર્યો પરંતુ તેમના રોકાથી તેની મા મધુ ચોપડા ખૂબ જ ખુશ છે. મધુ ચોપડાએ પોતાના જમાઈ વિશે કેટલાક મઝાના ખુલાસા પણ કર્યા છે.

હિંદુ રીતિ-રિવાજથી લગ્ન ઈચ્છે છે મધુ ચોપડા

હિંદુ રીતિ-રિવાજથી લગ્ન ઈચ્છે છે મધુ ચોપડા

પ્રિયંકાની મા મધુ ચોપડા પોતાના થનારા જમાઈથી ઘણી ખુશ છે. ડીએનએના સમાચાર અનુસાર મધુ એ વાતથી ઘણી ખુશ છે કે પ્રિયંકાની રોકા સેરેમની પૂરા રીતિ-રિવાજ સાથે કરવામાં આવી. મધુએ જણાવ્યુ કે તે હંમેશાથી પ્રિયંકાના લગ્ન હિંદુ રીતિ રિવાજ સાથે કરવા ઈચ્છે છે. મધુ ચોપડાએ કહ્યુ, ‘મે ક્યારેય પ્રિયંકા પર પોતાના વિચારો થોપ્યા નથી પરંતુ હું હંમેશાથી એક પારંપરિક લગ્ન ઈચ્છતી હતી. આ જ એક મારી એકમાત્ર ઈચ્છા હતી. રોકાની પૂજા મારા માટે ઘણી જરૂરી હતી.'

‘ઘણા મેચ્યોર છે નિક જોનસ'

‘ઘણા મેચ્યોર છે નિક જોનસ'

રોકાની રસમ અને આ હિંદુ રીતિ રિવાજ નિક જોનસ અને તેમના પરિવાર માટે ઘણા નવા હતા પરંતુ મધુ ચોપડા અનુસાર બધાએ ખૂબ સરસ રીતે પૂજા કરી. મધુ ચોપડાના જણાવ્યા મુજબ નિકે પૂજાને ઘણી એન્જોય કરી. આ તેમના માટે એક નવી વસ્તુ હતી અને તેમણે ઘણી ગંભીરતાથી પૂજા કરી. પંડિતજીએ જે પણ કહ્યુ નિકે તે કર્યુ અને તેમણે સંસ્કૃતના મંત્રોના ઉચ્ચારણ પણ એકદમ સાચા કર્યા. તેમના માતાપિતાએ પણ પૂજા સરસ રીતે કરી. તેઓ સારા લોકો છે.' નિક જોનસ અંગે પ્રિયંકાની મા એ કહ્યુ કે તે ઘણા મેચ્યોર છે અને તેમનો આખો પરિવાર તેમને ઘણો પસંદ કરે છે.

લંડનમાં સગાઈ, મુંબઈમાં રોકા, હવે લગ્ન ક્યાં?

લંડનમાં સગાઈ, મુંબઈમાં રોકા, હવે લગ્ન ક્યાં?

‘નિક બહુ શાંત અને મેચ્યોર છે. તે એક ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે અને અમારા પરિવારમાં બધા તેમને પ્રેમ કરે છે. તે મોટા સાથે આદરથી વાત કરે છે. એક મા ને બીજુ શું જોઈએ?' પ્રિયંકા અને નિકે 18 ઓગસ્ટના રોજ જૂહુ સ્થિત ઘરમાં પારંપરિક હિંદુ રીતિ રિવાજ સાથે રોકા સેરેમની કરી હતી. નિકે પ્રિયંકાને લંડનમાં તેના જન્મદિવસ પર પ્રપોઝ કર્યુ હતુ અને બંનેએ ત્યારે જ સગાઈ કરી લીધી હતી. બંને માટે કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષના અંત સુધીમાં આ જોડી લગ્નના બંધનમાં બંધાઈ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X