પ્રિયંકા ચોપરાએ કર્યો એક્સ બોયફ્રેન્ડ અંગે ચોંકાવનારો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

હોલિવૂડમાં નેમ અને ફેમ કમાનાર પ્રિયંકા ચોપરા ફરી એકવાર ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ તે લોરા બ્રાઉનના શો ડર્ટી લોન્ડ્રીમાં જોવા મળી હતી. અહીં તેણે પોતાના ફેવરિટ આઉટફિટ, જ્વેલરી, ફર્સ્ટ ડેટ, ફર્સ્ટ બ્રેકઅપ વગેરે અંગે રસપ્રદ વાતો કરી હતી. તેણે પોતાના એક્સ બોયફ્રેન્ડ અંગે પણ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો, તેના આ ખુલાસા પરથી લોકોએ તાગ મેળવી લીધો છે કે, એ એક્સ બોયફ્રેન્ડ કોણ હોઇ શકે છે.

બ્લેક હૂડી જેકેટ

બ્લેક હૂડી જેકેટ

આ શો પર પ્રિયંકા પોતાનું ફેવરિટ બ્લેક હૂડી જેકેટ લઇને પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે, આ હૂડી જેકેટ તેના એક્સ બોયફ્રેન્ડનું છે, જે તે પ્રિયંકાના ઘરે ભૂલી ગયો હતો. પ્રિયંકાએ આ ચેટ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ અંગે અનેક હિંટ આપી હતી.

ફેવરિટ જેકેટ

ફેવરિટ જેકેટ

આ જેકેટ પ્રિયંકાનું ફેવરિટ છે, તેણે કહ્યું કે, હું મૂંઝવણમાં હતી કે આ જેકેટ લાવવું કે નહીં, આ શોનું નામ ડર્ટી લોન્ડ્રી છે આથી આખરે હું આ જેકેટ લઇ આવી. હું ખરેખર જાણે આ જેકેટમાં જ રહું છું. આ મારું એરપોર્ટ જેકેટ છે.

જેકેટ પાછળની સ્ટોરી

જેકેટ પાછળની સ્ટોરી

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેણે આ જેકેટ હજુ પોતાની પાસે કેમ રાખ્યું છે? શું તેને આ જેકેટ જોઇ તેનો એક્સ બોયફ્રેન્ડ યાદ આવે છે? તો તેણે જણાવ્યું કે, બિલકુલ નહીં. આ હવે મારું જેકેટ છે. રિલેશનશિપમાં ઘણીવાર વસ્તુઓ એક્સચેન્જ થઇ જાય છે. આ જેકેટ હવે એક રીતે મારું જ બની ગયું છે.

એણે જેકેટ પાછું માંગ્યુ હતું, પરંતુ...

એણે જેકેટ પાછું માંગ્યુ હતું, પરંતુ...

"એણે મારી પાસે આ જેકેટ પાછું માંગ્યું હતું, પરંતુ મેં ના પાડી દીધી. હવે હું આ અંગે વધારે વિચારતી પણ નથી. આ મારું જ જેકેટ છે. એરપોર્ટ પર પહેરવા માટે આ બેસ્ટ છે, ખૂબ કમ્ફર્ટેબલ છે અને આથી હું હંમેશા આ જ જેકેટ પહેરું છું."

કોણ છે એ એક્સ બોયફ્રેન્ડ?

કોણ છે એ એક્સ બોયફ્રેન્ડ?

પ્રિયંકાના નામ બોલિવૂડમાં ચાર સ્ટાર્સ સાથે સૌથી વધુ ચર્ચાયા છે, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, શાહિદ કપૂર અને હરમન બાવેજા. અક્ષય કુમાર અને શાહરૂખ સાથેના રિલેશનનો તેણે ક્યારેય સ્વીકાર નથી કર્યો. શાહિદ કપૂર સાથેના રિલેશન અંગે બંન્ને આછડતો ખુલાસો કરી ચૂક્યાં છે અને હરમન બાવેજાનું પણ કંઇક એવું જ છે. હવે એ એક્સ બોયફ્રેન્ડ આમાંથી કોણ હશે એ તમે જાતે જ સમજી જાઓ!

English summary
Priyanka Chopra showed a jacket on the Dirty Laundry show which was given to her by her ex-boyfriend. Read why people are relating it to a superstar.
Please Wait while comments are loading...