પ્રિયંકા ચોપડા પતિ નિક જોનાસ સાથે એક્શન અવતારમાં જોવા મળી, જુઓ ફોટો
બોલિવૂડથી હોલિવૂડ છવાયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ફેશન હોય કે ફિલ્મ દરેક જગ્યાએ પ્રિયંકા ચોપરાની હાજરી જોવા મળે છે.
હાલમાં જ પ્રિયંકા બોલિવૂડમાં પરત ફરી રહી હોવાના અહેવાલો વચ્ચે પ્રિયંકા ચોપરાના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરાનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.

પ્રિયંકા ચોપરાના આ ફોટો આવતાની સાથે જ ઈન્ટરનેટ પર છવાયા છે. આ ફોટોમાં પ્રિયંકા ચોપરાની સ્ટાઈલ કમાલ લાગી રહી છે. તસવીરોમાં એક્શન અવતારમાં જોવા મળી રહેલી પ્રિયંકા સાથે તેનો પતિ નિક જોનાસ પણ જોવા મળી રહ્યો છે.
ફોટોમાં પ્રિયંકા ચોપરાએ માથે સફેદ સ્ફાફ બાંધેલું છે અને કાર ચલાવતી જોવા મળે છે. જેણે પણ તેની આ સ્ટાઈલ જોઈ છે તે તેના દિવાના થઈ ગયા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
એક તસવીરમાં પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથે હસતી જોવા મળી રહી છે. બંને એક ફ્રેમમાં એકસાથે અદ્ભુત લાગી રહ્યા છે.
શેર કરેલા આ ફોટોમાં કેટલાક ફોટોમાં પ્રિયંકા ચોપરા લાલ ડ્રેસમાં પણ જોવા મળી રહી છે. તે લિફ્ટમાં છે અને બાજુ તરફ જોઈને પોઝ આપતી જોવા મળે છે. પ્રિયંકા ચોપરામાં ઘણો સ્વેગ છે અને તે બધાથી અલગ છે. એક ફોટોમાં પ્રિયંકા રેતી પર ઉભા રહીને પોઝ આપી રહી છે.
પ્રિયંકા ચોપરા કદાચ એક ફિલ્મનું શૂટિંગ કરી રહી છે અને તેની સાથે નિક જોનાસ પણ જોવા મળી રહ્યો છે. તે આ ફિલ્મ કે સિરીઝ સાથે ક્યારે એન્ટ્રી મારે છે તેના પર તમામ લોકોની નજર છે.












Click it and Unblock the Notifications
