VIDEO: પ્રિયંકાએ નિક જોનસને બધાની સામે કિસ કરી મનાવ્યો બર્થડે
અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ફિયાન્સ નિક જોનસે રવિવારે પોતાનો 26 મો જન્દિવસ મનાવ્યો. આ પ્રસંગે નિકના પરિવાર સાથે પ્રિયંકા ચોપડા પણ તેમની સાથે હતી.
અભિનેત્રી પ્રિયંકા ચોપડાના ફિયાન્સ નિક જોનસે રવિવારે પોતાનો 26 મો જન્દિવસ મનાવ્યો. આ પ્રસંગે નિકના પરિવાર સાથે પ્રિયંકા ચોપડા પણ તેમની સાથે હતી. બંનેને નિકના જન્મદિવસ પર લોસ એન્જેલસના એક સ્ટેડિયમમાં જોવામાં આવ્યા જ્યાં ગેમની મઝા લેતા નિકે કેક કાપીને બધાની સાથે પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. પ્રિયંકા અને નિકે ઓગસ્ટમાં રોકાની વિધિ કરીને પોતાનો સંબંધ દુનિયા સામે કબૂલ્યો હતો.

મેચની વચ્ચે કાપી બર્થડે કેક
પ્રિયંકાએ રવિવારે પોતાના ફિયાન્સ નિક જોનસને બર્થડે ધૂમધામથી મનાવ્યો. પોતાના જન્મદિવસ પર નિકે લોસ એન્જિલસના સ્ટેડિયમમાં Seattle Mariners અને Los Angeles Angels વચ્ચે થયેલી બેઝબોલ મેચમાં પર્ફોર્મ કર્યુ. આ મેચમાં વચ્ચે પૂરા સ્ટેડિયમે મળીને નિક જોનસનો બર્થડે સેલિબ્રેટ કર્યો. નિકે સ્ટેજ પર પહોંચીને બધાની સાથે કેક કાપ્યુ. સ્ટેજ પર નિક સાથે તેની ફિયાન્સ પ્રિયંકા ચોપડા અને ભાઈ જો જોનસ પણ હતા.

પ્રિયંકાના જન્મદિવસ પર કરી હતી સગાઈ
સ્ટેજ પર પ્રિયંકાએ નિક જોનસને કિસ કરી અને તેના બર્થડેની શુભકામનાઓ આપી. આ પ્રસંગે પ્રિયંકાએ પિંક કલરનો ડ્રેસ પહોર્યો હતો. નિક કેઝ્યુઅલમાં જોવા મળ્યો. લગભગ એક વર્ષના ડેટિંગ બાદ આ કપલે પોતાનો સંબંધ ગયા મહિને પબ્લિક કર્યો. નિકે પ્રિયંકાને જુલાઈમાં તેના જન્મદિવસ પર લંડનમાં પ્રપોઝ કર્યુ હતુ. આ પ્રપોઝલ પર પ્રિયંકાએ પણ ઝટથી હા પાડી દીધી હતી.

આ વર્ષે બંને કરી શકે છે લગ્ન
ત્યારબાદ બંનેએ 18 ઓગસ્ટે મુંબઈમાં પૂરા રીતિ-રિવાજ સાથે રોકાની વિધિ કરી હતી. તેના માટે નિક જોનસ અને તેના માતાપિતા ખાસ ઈન્ડિયા આવ્યા હતા. 18 ઓગસ્ટે બપોરે રોકાની વિધિ કરવામાં આવી હતી જેમાં પ્રિયંકાનો પરિવાર અને ખાસ દોસ્તો શામેલ થયા હતા. ત્યારબાદ પ્રિયંકાએ બોલિવુડના દોસ્તો માટે સાંજે પાર્ટી રાખી હતી. કહેવાય છે કે આ કપલ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જશે.
View this post on InstagramA post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on

Click it and Unblock the Notifications