સગાઈ બાદ પ્રિયંકાએ આ અભિનેતા સાથે શરૂ કરી ફિલ્મ, ફોટા વાયરલ
હોલિવુડમાં ધૂમ મચાવ્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હિંદી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે.
હોલિવુડમાં ધૂમ મચાવ્યા બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હિંદી ફિલ્મોમાં કમબેક કરવા માટે તૈયાર છે. પ્રિયંકાની આવનારી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ તો શરૂ થઈ ગયુ છે જેના વિશે તેણે પોતે જ ફેન્સને જણાવ્યુ છે. તેણે પોતાના ફેન્સ માટે ફિલ્મના સેટ પરથી એક ફોટો પણ શેર કર્યો છે. જે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે. પ્રિયંકાના બોલિવુડમાં કમબેકથી ફેન્સ ઘણા ખુશ છે. આ ફોટોમાં પ્રિયંકાના કો સ્ટાર ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ગયુ છે.

હિંદી ફિલ્મોમાં કમબેક માટે તૈયાર પ્રિયંકા
પ્રિયંકા ચોપડા બે વર્ષ બાદ હિંદી ફિલ્મોમાં કમબેક કરવા જઈ રહી છે. તેની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' નું શૂટિંગ લંડનમાં શરૂ થઈ ગયુ છે અને તેના સેટ પરથી પ્રિયંકાએ ફેન્સ માટે ફોટા શેર કર્યા છે. પ્રિયંકાએ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેર કરતા લખ્યુ, ‘ ઈટ્સ ઓન!! #ધ સ્કાય ઈઝ પિંક' પ્રિયંકા સાથે આ ફોટામાં ફિલ્મના બાકીના સ્ટાર ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સરાફ પણ જોવા મળી રહ્યા છે. તેમની ફોટો પર અત્યાર સુધીમાં 10 લાખથી પણ વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.

પ્રિયંકાના કમબેકથી ફેન્સ ખુશ
પ્રિયંકાના બોલિવુડમાં કમબેકથી તેના ફેન્સ ઘણા ખુશ છે. તેણે વર્ષ 2016 માં જય ગંગાજલ બાદ કોઈ હિંદી ફિલ્મમાં કામ કર્યુ નથી. થોડા દિવસો પહેલા ફિલ્મ સેટ પરથી તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે ફિલ્મ શિડ્યુલનું શુભારંભ કરી રહી હતી. પ્રિયંકા સેટ પર નારિયેળ ફોડ્યુ અને ગણપતિ બાપ્પા મોરિયા બોલીને શિડ્યુલ શરૂ કરી રહી હતી. ‘ધ સ્કાય ઈઝ પિંક' મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. જેને Pulmonary Fibrosis હતુ. તેમનું 24 જાન્યુઆરી 2015 ના રોજ નિધન થઈ ગયુ હતુ.

આયશા ચૌધરીના જીવન પર આધારિત છે ફિલ્મ
‘ધ સ્કાય ઈઝ પિંક' માં અભિનેત્રી ઝાયરા વસીમ આયશા ચૌધરીની ભૂમિકા નિભાવી રહી છે. વળી, પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તર તેના માતાપિતાની ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન ડાયરેક્ટર શોનાલી બોસ કરી રહી છે. પ્રિયંકાની વાત કરીએ તો થોડા સમય પહેલા પોતાના રોકાના કારણે તે સમાચારોમાં છવાયેલી રહી હતી. પ્રિયંકાએ અમેરિકી સિંગર સોન્ગ રાઈટર નિક જોનસ સાથે ઓગસ્ટમાં પારંપરિક પંજાબી રીતિ-રિવાજ સાથે રોકા કર્યુ હતુ. બંને આ વર્ષના અંત સુધીમાં લગ્ન પણ કરી શકે છે.
View this post on InstagramA post shared by Florian Hurel (@florianhurelmakeupandhair) on












Click it and Unblock the Notifications
