લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં સ્ટાર્સના જલવા : જુઓ તસવીરો
મુંબઈ, 8 જાન્યુઆરી : 21મો લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સ તાજેતરમાં જ મુંબઈ ખાતે યોજાઈ ગયો કે જેમાં બૉલીવુડ અને ટેલીવિઝન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી. ગ્લૅમર જગતની શાનદાર હાજરીએ આ ફંક્શનને શાનદાર સફળતા બખ્શી.
આ ઇવેંટમાં ભાગ બહેન મન્નારા ઉર્ફે બાર્બી હાંડા સાથે પ્રિયંકા ચોપરા પણ પહોંચ્યાં. ઝિદ ફિલ્મ દ્વારા બૉલીવુડ ડેબ્યુ કરનાર બાર્બીએ ઍવૉર્ડ પણ હાસલ કર્યો. બાર્બીએ ઍવૉર્ડ હાસલ કરતાં પ્રિયંકા ચોપરાએ ગૌરવ અનુભવ્યું હતું.
પ્રિયંકાએ ટ્વીટ કર્યુ હતું - "Cngrts @memannara 4 ur 1st debut award!So proud of u.Of all my fab sisters.@ParineetiChopra @MeerraChopra #ChopraClan." આ ઇવેંટમાં પ્રિયંકાના માતા ડૉ. મધુ ચોપરા પણ હાજર હતાં.
લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સ ફંક્શનમાં વરુણ ધવન, રણદીપ હુડા, અભિષેક બચ્ચન, ડૅઝી શાહ, લીઝા હૅડન જેવી અન્ય સેલિબ્રિટીઓએ પણ હાજરી નોંધાવી હતી, તો બીજી બાજુ ટાઇગર શ્રૉફ જેવા કલાકારોએ ઍવૉર્ડ હાસલ કર્યા હતાં.
ચાલો જોઇએ લાયન્સ ગોલ્ડ ઍવૉર્ડ્સની તસવીરી ઝલક :

પ્રિયંકા ચોપરા
ડસ્કી બ્યુટી પ્રિયંકા ચોપરાએ પરફેક્ટ ડ્રેસ્ડ સાથે હાજરી આપી હતી. તેઓ માત્ર પ્રેટી જ નહોતા દેખાતાં, પણ ઍવૉર્ડ પણ હાસલ કર્યો હતો.

વરુણ ધવન
વરુણ ધવન આજકાલ ચર્ચિત અભિનેતા છે. તેમણે પણ ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

લીઝા હૅડન
છેલ્લે ધ શૌકીન્સમાં દેખાયેલા લીઝા હૅડને પણ બ્લૅક ગાઉન સાથે ફંક્શનમાં હાજરી આપી હતી.

અભિષેક બચ્ચન
એક અભિનેતા તરીકે ખાસ ઓળખ સ્થાપવામાં નિષ્ફળ અભિષેક બચ્ચન શમિતાભ સાથે નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું છે, તો સ્પોર્ટ્સ ટીમોમાં રોકાણ પણ શરૂ કર્યું છે.

ટાઇગર શ્રૉફ
હીરોપંતી એક્ટર ટાઇગર શ્રૉફને બેસ્ટ ડેબ્યુ ઍવૉર્ડ મળ્યો હતો.

ફરાહ ખાન
હૅપ્પી ન્યુ ઈયરના દિગ્દર્શક ફરાહ ખાને પણ પુરસ્કાર મેળવ્યુ હતું.

રણદીપ હુડા
રણદીપ હુડાએ પોતાની ટૅલેંટ ફરી એક વાર રંગ રસિયામાં બતાવી છે. તેઓ સતત સફળ ફિલ્મોનો ભાગ રહ્યા છે.

બાર્બી હાંડા
મન્નારા ચોપરા ઉર્ફે બાર્બી હાંડાને પણ ઍવૉર્ડ હાસલ થયો હતો. બહેન પ્રિયંકા ચોપરાને બાર્બી પર ગૌરવ છે.

ડૅઝી શાહ
સલમાનનો આપણએ આભાર માનવો જોઇએ કે જય હો ફ્લૉપ હોવા છતાં ડૅઝી શાહ વિવિધ ઍવૉર્ડ્સ ફંક્શન્સ અને ઇવેંટ્સમાં દેખાય છે.












Click it and Unblock the Notifications
