જ્યારે તે રાતે નિકે ન કરી Kiss, પ્રિયંકાએ કર્યા પોતાની લવસ્ટોરીના ખુલાસા

પહેલી ડેટ પર નિક જોનસે પ્રિયંકાને કિસ નહોતી કરી જેના માટે પ્રિયંકા ચોપડા આજે પણ ગુસ્સામાં છે.

'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા પોતાના ફિયાન્સ અને અમેરિકી સિંગર નિક જોનસ સાથે રિયલ લાઈફમાં પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે તૈયાર છે. મહેમાનોનો જમઘટ જોધપુરમાં લાગેલો છે અને બોલિવુડ-હોલિવુડના આ હાઈ પ્રોફાઈલ લગ્ન માટે ઉમેદ પેલેસને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યુ છે. પ્રિયંકા અને નિકના લગ્નની ચર્ચાઓ ઘણા દિવસોથી મીડિયામાં છવાયેલી છે પરંતુ હજુ પણ ઘણા ઓછા લોકો છે જે બંનેની લવ સ્ટોરી વિશે જાણે છે. આ પ્રેમ કહાનીનો એક પાર્ટ એ પણ છે કે પહેલી ડેટ પર નિક જોનસે પ્રિયંકાને કિસ નહોતી કરી જેના માટે પ્રિયંકા ચોપડા આજે પણ ગુસ્સામાં છે. પ્રિયંકાએ આ વાતનો ખુલાસો હાલમાં જ પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો.

લવ સ્ટોરીના તે ખુલાસા, જે પ્રિયંકાએ કર્યા

લવ સ્ટોરીના તે ખુલાસા, જે પ્રિયંકાએ કર્યા

વૉગ મેગેઝીનને આપેલા એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ પોતાની લવ સ્ટોરી અંગે ઘણા ખુલાસા કર્યા. પ્રિયંકાએ જણાવ્યુ કે કેવી રીતે નિક સાથે તેની પહેલી મુલાકાત થઈ. બંનેમાંથી કોણે પહેલા મેસેજ કર્યો, બંને જ્યારે પહેલી વાર ડેટ પર ગયા તો તેમણે કિસ ન કરી અને કેવી રીતે બંનેએ લગ્ન કરીને એકસાથે રહેવાનો નિર્ણય કર્યો. પ્રિયંકાએ જણાવ્યુ કે બંને વચ્ચે પહેલી ડેટથી બહુ પહેલા જ મેસેજ દ્વારા વાતચીત શરૂ થઈ ગઈ હતી. નિક તે પહેલા વ્યક્તિ હતા જેણે પ્રિયંકાની સુંદરતાની પ્રશંસા કરીને તેમને મેસેજ મોકલ્યો.

જ્યારે નિકે મોકલ્યો પ્રિયંકાને પહેલો મેસેજ

જ્યારે નિકે મોકલ્યો પ્રિયંકાને પહેલો મેસેજ

પ્રિયંકાએ જણાવ્યુ કે નિકે સપ્ટેમ્બર 2016માં ટ્વિટર પર તેમને એક ડાયરેક્ટ મેસેજ મોકલ્યો. મેસેજમાં લખ્યુ હતુ, ‘હું મારા અમુક કોમન દોસ્તો પાસેથી સાંભળી રહ્યો છુ કે આપણે મળવુ જોઈએ.' ત્યારબાદ પ્રિયંકાએ નિકને સાવચેત કરતા કહ્યુ કે તેમની ટીમ આ મેસેજ વાંચી શકે છે અને તે ટ્વિટરના બદલે તેના સેલ ફોન પર મેસેજ કરે. પ્રિયંકાએ જણાવ્યુ કે તે વર્ષે બંનેની મુલાકાત વેનિટી ફેર ઓસ્કર પાર્ટીમાં થઈ. પાર્ટીમાં નિક બધાની સામે પોતાના ઘૂંટણિયે બેસી ગયા. નિકે પોતાનુ ડ્રિંક નીચે મૂક્યુ અને ઘૂંટણ પર બેસીને બધાને સાંભળતા કહ્યુ, ‘હા, તુ એ જ છો, તુ અત્યાર સુધી મારી લાઈફમાં ક્યાં હતી.'

નિકે જણાવ્યુ Kiss ન કરવાનું કારણ

નિકે જણાવ્યુ Kiss ન કરવાનું કારણ

પ્રિયંકાએ જણાવ્યુ, ‘ત્યારબાદ મે નિકને એક સાંજે મારા ઘરે બોલાવ્યા, ઘરે તે વખતે મારી મમ્મી હતા, જે ટીવી જોઈ રહ્યા હતા. અમે બંને ઘણા કલાકો સાથે સમય પસાર કર્યો. જતી વખતે નિકે મારા ખભા પર પોતાનો હાથ મૂક્યો. પરંતુ... અમારી બંને વચ્ચે કોઈ કિસ ન થઈ. હા, તે રાતે કંઈ ન થયુ. અને આજે પણ હું એ વાતથી અપસેટ છુ.' એ જ ઈન્ટરવ્યુમાં આના પર જવાબ આપતા નિકે કહ્યુ, ‘તારા મમ્મી ઘરે હતા, મને લાગે છે કે તે એક સમ્માનજનક પહેલી મુલાકાત હતી.' પ્રિયંકાએ નિકની આ વાત પર મજાકિયા અંદાજમાં કહ્યુ, ‘જો તમે મને પૂછશો તો ખરેખર તે ઘણી વધુ સમ્માનજનક મુલાકાત હતી.'

અને ત્યારે 45 સેકન્ડ સુધી મૌન રહી પ્રિયંકા

અને ત્યારે 45 સેકન્ડ સુધી મૌન રહી પ્રિયંકા

ત્યારબાદ ત્રીજી ડેટ પર, નિક જાણતા હતા કે તે પ્રિયંકા સાથે લગ્ન કરશે અને આ વાત કહેવા માટે તેમણે પોતાની મમ્મીને બોલાવ્યા. નિકે ગ્રીસમાં એક વીંટી સાથે પ્રિયંકાને પ્રપોઝ કર્યુ. આ વીંટીને નિકે એક અઠવાડિયા પહેલા જ ખરીદીને લીધી હતી. નિક એક વાર ફરીથી પોતાના ઘૂંટણ પર બેઠા અને કહ્યુ, ‘શું તુ મને આ દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ બનાવીશ અને મારી સાથે લગ્ન કરીશ? પ્રિયંકા લગભગ 45 સેકન્ડ સુધી મૌન રહી. જ્યારે પ્રિયંકાએ કંઈ કહ્યુ નહિ તો મે કહ્યુ કે હું હવે તારી આંગળીમાં આ વીંટી પહેરાવી રહ્યો છુ, જો તને આના પર કોઈ વાંધો ન હોય તો.' ત્યારબાદ બંનેએ આ વર્ષે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા દરમિયાન અધિકૃત રીતે પોતાના સંબંધોનું એલાન કરી દીધુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X