Pics : ટક્કરની વાત મૂકો, પ્રિયંકા તો પરિણીતી-પ્રેરક છે!

મુંબઈ, 3 સપ્ટેમ્બર : બૉલીવુડમાં આ શુક્વારે બૉલીવુડની બે પિતરાઈ બહેન અભિનેત્રીઓ માટે મહત્વની તારીખ ગણવામાં આવી રહી છે. બંને પિતરાઈ બહેનોની મહત્વની ફિલ્મો એક જ દિવસે બૉક્સ ઑફિસે હિટ કરી રહી છે. એમ તો બંને વચ્ચે ક્યારેય કોઈ સ્પર્ધા થઈ નથી, પણ બૉક્સ ઑફિસે આ બંને વચ્ચે અનાયાસે ટકરાવ ઊભો થયો છે. જોકે ટક્કરની આવી ચર્ચાઓ વચ્ચે પરિણીતી ચોપરાએ જે કહ્યું, તેનાથી સ્પષ્ટ છે કે પ્રિયંકા ચોપરા પરિણીતી માટે સ્પર્ધક નહીં, પણ પ્રેરક છે.

વાત જાણે એમ છે કે પ્રિયંકા ચોપરા અને રામચરણ તેજા અભિનીત ઝંજીર તથા પરિણીતી ચોપરા, સુશાંત સિંહ રાજપૂત તેમજ વાણી કપૂર અભિનીત શુદ્ધ દેસી રોમાંસ એક જ દિવસે એટલે કે આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આમ બંનેની ફિલ્મો એક જ દિવસે રિલીઝ થતી હોવાથી બૉલીવુડમાં ચર્ચા જગાવી છે કે બૉક્સ ઑફિસે બંને પિતરાઈ બહેનોની ટક્કર થશે. પરંતુ પરિણીતી ચોપરાએ જે રીતે જણાવ્યું કે પ્રિયંકા ચોપરા તેમના માર્ગદર્શક છે, તો જોતાં આવી ચર્ચાઓ કદાચ ઠંડી પડી જશે.

આવો તસવીરો સાથે જાણીએ પરિણીતી ચોપરા શું કહે છે પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા વિશે :

પ્રિયંકા મારા મોટા પ્રેરક

પ્રિયંકા મારા મોટા પ્રેરક

સને 2000માં વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ પછી બૉલીવુડ પ્રવેશ કર્યો અને આજે તેઓ ટોચની અભિનેત્રી છે. તેમણે બે આંતરરાષ્ટ્રીય ગીતો ઇન માય સિટી તેમજ એક્ઝૉટિક પણ ગાયાં છે. સને 2011માં લેડીઝ વર્સિસ રિકી બહેલ ફિલ્મ સાથે અભિનયની શરુઆત કરનાર પરિણીતી ચોપરા પોતાના બહેનના વખાણ કરતાં કહે છે કે તેમના પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરા તેમના માટે મોટા પ્રેરણાદાયક છે.

સીધા હૉલીવુડ પહોંચ્યાં પ્રિયંકા

સીધા હૉલીવુડ પહોંચ્યાં પ્રિયંકા

પરિણીતી કહે છે - પ્રિયંકા પાસેથી મને ખૂબ જ પ્રેરણા મળે છે. જે પ્રકારે તેમના ગીતોની શરુઆત થઈ... મને નથી લાગતું કે કોઈ બીજા ગાયકની પણ થઈ છે. ગાયક કાયમ હિટ ગીતો અંગે વિચારે છે કે જેથી તેઓ યોગ્ય દિશામાં જઈ શકે, પણ પ્રિયંકા સીધા હૉલીવુડ પહોંચી ગયાં.

તક મળે તો હું પણ ગાયક બનીશ

તક મળે તો હું પણ ગાયક બનીશ

પરિણીતી ચોપરાએ જણાવ્યું - જો મને કોઈક એવી તક મળશે, તો હું ક્યારેય ઇનકાર નહીં કરૂં. ગાયન તેમનું પણ સ્વપ્ન છે. મારૂં સ્વપ્ન છે કે હું ગાયિકા બનું. મેં ગાયનની તાલીમ લીધી છે અને હું એક દિવસ જરૂર ગાઇશ.

સ્ક્રિપ્ટમાં સલાહ લઉ છું

સ્ક્રિપ્ટમાં સલાહ લઉ છું

પરિણીતીએ જણાવ્યું - અમારા પરિવારના લોકોને પટકથા પસંદ કરવામાં ફાવટ નથી. તેથી પ્રિયંકા જ એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેનાથી હું સલાહ લઈ શકુ છું. હું તેમની પાસેથી દરેક સલાહ લઉ છું.

હવે કસોટી

હવે કસોટી

ખેર પરિણીતીની વાતો પરથી તો સ્પષ્ટ છે કે તેઓ પોતાના બહેન સાથે કોઈ સ્પર્ધા નથી કરતાં. આમ છતાં શુક્રવારે શુદ્ધ દેસી રોમાંસ અને ઝંજીર વચ્ચે અનાયાસે પણ બૉક્સ ઑફિસે ટકરાવ થશે જ અને બંનેના ફૅન્સ આ ટકરાવને બંને માટે કસોટી સમાન ગણે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X