Big Breaking With Proof : રણબીર-કૅટરીનાએ કર્યું સગપણ, જુઓ તસવીરો

મુંબઈ, 10 જાન્યુઆરી : રણબીર કપૂર અને કૅટરીના કૈફ આખરે ચુપચાપ એક-બીજા સાથે રીત-રિવાજ પ્રમાણે અડધા જોડાઈ ગયાં છે! અરે ભાઈ, અડધા એટલે બંનેએ ચુપચાપ સગપણ કરી લીધું. એવું અમે નથી કહેતાં, બૉલીવુડની શેરીએ-શેરીએ આ અટકળોએ ધૂમ મચાવી રાખી છે અને જ્યારે જો ધુમાડો દેખાતો જ હોય, તો આગ ચોક્કસ લાગી જ હોય છે.

હાલ તો આ ન્યુઝ એકદમ પાક્કા છે કે રણબીર-કૅટરીનાએ સગપણ કરી લીધું છે. જાણવા મળે છે રણબીર-કૅટે લંડન ખાતે સગપણ કર્યાં છે. બંને તાજેતરમાં લંડનમાં રજાઓની ઉજવણી કરવા ગયા હતાં. આ યુગલના નજીકના મિત્રોના જણાવ્યા મુજબ રણબીર કપૂર અને કૅટરીના કૈફે એક સાધારણ સમારંભમાં સગપણની વિધિ પૂર્ણ કરી.

તો હવે આપને સમજાઈ ગયું કે રણબીરના બેસ્ટ ફ્રેન્ડ અયાન મુખર્જી રણબીર અને કૅટ સાથે લંડન કેમ ગયા હતાં? ગુરુવાર રાત્રે ફરાહ ખાનની બર્થ ડે પાર્ટી હતી. ત્યાં સૌની નજર દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ પર હતી, પરંતુ મીડિયા અને લોકોની નજરોથી રણબીર કપૂર વગર પહોંચેલા કૅટરીના કૈફ ઉપરથી પણ નહોતી હટી. કૅટ આ પાર્ટીમાં બિલ્કુલ બ્લશ કરતા પહોંચ્યા અને સમગ્ર પાર્ટી દરમિયાન તેવા જ રહ્યાં.

જાણવા મળે છે કે કૅટરીના કૈફે ફરાહ ખાનની પાર્ટીમાં સગપણની વીંટી પણ છુપાવવાની કોશિશ કરી. કહે છે કે લંડનમાં નવા વર્ષની પહેલા જ બંનેએ સગપણ કર્યું. રિંગ સેરેમની 30મી ડિસેમ્બરે યોજાઈ કે જેમાં રણબીરના માતા-પિતા ઋષિ કપૂર અને નીતૂ સિંહ તથા લંડન ખાતે જ રહેતા કૅટના પરિજનો જ હાજર હતાં. સગપણનું આયોજન કૅટના પરિવારે જ કર્યુ હતું.

ચાલો કૅટરીના કૈફની સગપણ બાદની લેટેસ્ટ તસવીરો બતાવીએ :

ફરાહની બર્થ ડે પાર્ટીમાં કૅટ

ફરાહની બર્થ ડે પાર્ટીમાં કૅટ

કૅટરીના કૈફ લંડનથી પરત ફર્યા બાદ પહેલી વાર ગુરુવાર રાત્રે ફરાહ ખાનની બર્થ ડે પાર્ટીમાં નજરે પડ્યા હતાં, પરંતુ આ શું? કૅટે પોતાનો ડાબો હાથ ખિસ્સામાં કેમ ઘાલી રાખ્યો છે?

શું છુપાવે છે કૅટ?

શું છુપાવે છે કૅટ?

કૅટરીના કૈફ સામાન્ય રીતે પોઝ આપવાનું પસંદ નથી કરતાં, પરંતુ ફરાહની બર્થ ડે પાર્ટીમાં તેમણે ફુલ સ્પિરિટમાં પોઝિસ આપ્યા હતાં.

વ્હાઇટ ડ્રેસમાં કૅટ

વ્હાઇટ ડ્રેસમાં કૅટ

કૅટરીના કૈફ ફરાહની પાર્ટીમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને પહોંચ્યા હતાં, પરંતુ તેમની ડાબી હથેળી સતત ખિસ્સામાં જ રહી હતી.

સેરેમની રિંગ તો નથી?

સેરેમની રિંગ તો નથી?

જો અટકળો સાચી જ હોય કે કૅટે લંડન ખાતે રણબીર સાથે સગપણ કરી લીધું છે, તો આ અટકળ લગાવવામાં પણ સંકોચ ન થવો જોઇએ કે કદાચ કૅટના ડાબા હાથની આંગળીએ એંગેજમેંટ રિંગ હોઈ શકે અને એટલે જ તેઓ આ હાથ ખિસ્સામાં નાંખી રિંગ છુપાવી રહ્યાં છે.

વધુ એક પોઝ

વધુ એક પોઝ

ફરાહની બર્થ ડે પાર્ટીમાં કૅટે આપેલા વધુ એક પોઝમાં તેમનો ડાબો હાથ કૅમેરાની નજરથી બચી ગયો હતો.

ન્યુ કૅટરીના?

આ ટ્વીટ જુઓ. 2જી જાન્યુઆરીના રોજ કરાયેલ આ ટ્વીટમાં લખ્યું છે કે ન્યુયૉર્ક ખાતે અયાન મુખર્જી સાથે ન્યુ કૅટરીના. ન્યુ કૅટરીનાનો મતલબ શો થયો? સગપણ બાદના ન્યુ કૅટરીના જ થાય ને... આપનું શું માનવું છે?

વાંચો વધુ એક લવ-સ્ટોરી

વાંચો વધુ એક લવ-સ્ટોરી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X