For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Trailer : સન્ની સાથે ઢિશ્કિયાઉં કરતા ગર્વ અનુભવે છે શિલ્પા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 27 જાન્યુઆરી : ફિલ્મ નિર્માત્રી અને અભિનેત્રી શિલ્પા શેટ્ટી આ વાતને લઈને ખૂબ જ ખુશ છે કે તેઓ નિર્માત્રી તરીકેની પોતાનીપ્રથમ ફિલ્મ ઢિશ્કિયાઉં બૉલીવુડ અભિનેતા સન્ની દેઓલ સાથે કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ તેમના માટે મોટી બાબત છે. નિર્માત્રી તરીકે શિલ્પા શેટ્ટીની આ પ્રથમ ફિલ્મ છે.

dishkiyaoon-poster-shilpa
રવિવારના રોજ વર્લી ફૂડ ફેસ્ટિવલ પ્રસંગે 38 વર્ષીય શિલ્પા શેટ્ટીએ જણાવ્યું - અમે ટુંકમાં જ વિસ્તૃત માહિતી આપીશું, પરંતુ હાલ હું ફિલ્મના ટ્રેલરને મળતા પ્રતિસાદથી બહુ ખુશ ચું. અત્યાર સુધી મેં ફિલ્મોમાં સન્ની દેઓલ સાથે કામ કર્યું છે અને હવે તેઓ મારી ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.

શિલ્પાએ આગળ જણાવ્યું કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેમની પ્રથમ ફિલ્મ એક્શનથી ભરપૂર હશે. તેમણે જણાવ્યું - ફિલ્મ સારી છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારી ફિલ્મ એક્શન અને રહસ્ય ધરાવતી હશે. હું કાયમ વિચારતી કિ જો મેં ફિલ્મ બનાવી, તો તે હાસ્ય કે પ્રણય-કથા ધરાવતી હશે, પરંતુ મને ઢિશ્કિયાઉંની સ્ક્રિપ્ટ એટલીબધી ગમી ગઈ કે હું તેને લોકો સામે પિરસવા માંગતી હતી. ઢિશ્કિયાઉં ફિલ્મમાં અભિનેતા હરમન બાવેજા પણ છે. ફિલ્મ 28મી માર્ચે રિલીઝ થવાની છે.

<center><iframe id="embed-frame" width="100%" height="417" style="overflow:hidden;scrolling:no" src="http://erosnow.com/embed/6122412" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Bollywood actress and producer Shilpa Shetty is glad that actor Sunny Deol is part of her "Dishkiyaaoon" first production venture, saying it is a "big thing" for her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X